દામનગર શહેર ની પટેલ વાડી ખાતે દૈનિક વહેલી સવારે ૬-૦૦ થી ૭-૦૦ કલાક દરમ્યાન જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના સ્વંયમ સેવી દ્વારા ઉનાળા નું અમૃત ગણાતી છાસ નું વિના મૂલ્યે વિતરણ કરાય રહ્યું છે શહેર ના વિવિધ વિસ્તારો માંથી ૫૦૦ જેટલા પરિવારો ના ૨૦૦૦ જેટલા વ્યક્તિ ઓને નિયમિત વિના મૂલ્યે છાસ અપાય રહી છે ઉનાળા ની કાળઝાળ ગિષ્મ માં શીતળતા આપતી છાસ વિતરણ માટે દૈનિક વહેલી સવારે ૬-૦૦ કલાક થી ૭-૦૦ દરમ્યાન છાસ વિતરણ સેવા આપતા મનસુખભાઇ નારોલા જ્યંતીભાઈ નારોલા કાંતિભાઈ આસોદરિયા લાભુભાઈ નારોલા બુધાભાઈ વનરા નિખિલભાઈ દીક્ષિત દીપકભાઈ રાવલ નટુભાઈ ભાતિયા ગોરધનભાઇ આસોદરિયા બી એલ ચાવડા રવજીભાઈ લાભુભાઈ નારોલા સહિત ના સ્વંયમ સેવકો દ્વારા નિયમિત વિના મૂલ્યે છાસ વિતરણ નો શહેર ના દરેક વિસ્તારો માંથી અનેક લાભાર્થી ઓ લાભ મેળવી રહ્યા છે
દામનગર પટેલ વાડી ખાતે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળા નું અમૃત છાસનું વિના મૂલ્યે વિતરણ દૈનિક ૨૫૦૦ પરિવારોના ૨૦૦૦ વ્યક્તિઓને લાભ













Recent Comments