પોરબંદર કલા નગરી માં કલરને લગતા અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર દ્વારા આગામી તારીખ 23 થી 27 નવેમ્બર ૨૬ સુધી ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ વિજય આચરેકર સર શ્રી આચરેકર કલા પાથ મુંબઈના 'પેઈન્ટ વિથ માસ્ટર' પોરબંદર ૫- દિવસ કેમ્પ શીર્ષક હેઠળ સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈના સિનિયર, જુનિયર આર્ટિસ્ટો માટે એક વર્કશોપમાં આયોજન કરવામાં આવેલ છે ,તેનું ઉદ્ઘાટન તારીખ 23 નવેમ્બરના રોજ કરવામાં આવેલ આ પ્રસંગે મુંબઈથી પધારેલ આર્ટિસ્ટ અલકાબેન વોરા, રીનાબેન દત્તા તથા સુરતના આર્ટિસ્ટ અજીત ભંડેરી ઉપસ્થિત રહેલ ડેમોસ્ટ્રેશનના પહેલા દિવસમાં જાણીતા સુપ્રસિદ્ધ સિંગર ડેવિન ઓડેદરા તથા તેજસ ઓડેદરા એ પોરબંદર પંથકના મહેર ના ભાતીગળ પોશાકમાં મોડેલ તરીકે બેસી પોતાનો કીમતી સમય આપેલ સમગ્ર કેમ્પ ને સપોર્ટિંગમાં બારડોલી સુરતના આર્ટ પાર્ક ના શ્રી દિવ્યેશભાઈ જોશી તથા રિંકેશ ભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેલ
આગામી દિવસોમાં પોરબંદરના બંદર વિસ્તારમાં તથા સાંદિપની પરિસરમાં લાઈવ વોટરકલર લેન્ડસ્કેપિંગ કરવામાં આવશે ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટના બલરાજ પાડલીયા સેક્રેટરી શૈલેષ પરમાર,આર્ટિસ્ટ કમલ ગોસ્વામી,સમીર ઓડેદરા તથા સમગ્ર કાર્યક્રમના ચેરપર્સન ધારા જોશી ,કોર્ડિનેટર દિનેશ પોરીયા તથા કરસનભાઈ ઓડેદરા ,દિપક વિઠલાણીએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. તેમ બલરાજ પાડલીયા
પ્રેસિડેન્ટ ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર ની યાદી મા જણાવ્યું હતું