પૂ. મોરારિબાપુની ના વ્યાસાસને યોજાયેલી માનસ ભારત સ્વસ્તિક યાત્રા આજે ઓરિસ્સા રાજ્યના જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથના આંગણે આવી પહોંચી હતી. ટ્રેનથી યોજાયેલી આ બંને યાત્રાઓ પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસનની 985 અને 986 માં ક્રમની કથાઓ હતી. આ કથાઓ વિશ્વમંગલ વિશ્વ કલ્યાણના હેતુ માટે પણ અહેતુક રીતે આજે વિરામ પામી હતી.
પુ. બાપુએ આજે કથાના સમાપન પ્રસંગે પોતાનો ભાવ વ્યક્ત કર્યો કરતા કહ્યું કે આ સ્વસ્તિક એ માત્ર ચિરોડીનો સ્વસ્તિક નથી. પણ સનાતન ધર્મનો આ શાશ્વત સ્વસ્તિક છે. જ્યારે જ્યારે કથાને ની પૂર્ણાહુતિ થાય છે ત્યારે ખરેખર કથા વિરામ પામતી નથી પરંતુ એક નવા પડાવે જવા માટે અટકે છે એટલે તેનો અંત નથી અલ્પ વિરામ છે. ફરી પાછી ગંગા પ્રારંભાય છે. ભાવુ હ્દયે બાપુએ આજે કહ્યું કે હું જીવનભર નહીં પરંતુ ભવોભવ ભગવાન રામના ગુણગાન ગાતો રહો એવો ભાવ છે.
આજે કથાના ક્રમમાં કલકત્તાના દક્ષિણેશ્વરમાં ભગવાન રામેશ્વરની સ્થાપના પછીનો ક્રમ લેવામાં આવ્યો હતો. લંકા કાંડ અને પછી ઉત્તર કાંડની કથાઓ સંક્ષિપ્તમાં કહી સંભળાવાઈ હતી.લંકા વિજય એ અસત્ય સામે સત્યનો વિજય હતો.
તા.14ના રોજ પ્રારંભાયેલી આ માનસ ભારત સ્વસ્તિક યાત્રાનું દ્વિતીય ચરણ આજે 22મી નવેમ્બરના રોજ વિરામ પામ્યું. એ સાથે પ્રથમ અને બીજા બંને ચરણની કથાઓ સ્વસ્તિક કથા પણ આજે વિરામ પામી. ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેનથી આ બંને કથાઓ લગભગ 900 યાત્રાળુઓ સાથે બાપુએ સમગ્ર ભારતમાં સ્વસ્તિક રચી આપ્યો.જેમાં પ્રથમ ચરણ કન્યાકુમારીથી કેદારનાથનું હતું અને ત્યાર પછીનું બીજું ચરણ દ્વારકાથી જગન્નાથપુરી નું હતુ.
અત્રે નોંધપાત્ર છે કે દ્વિતીય ચરણની સ્વસ્તિક કથામાં સાતમો દિવસ માયાપુરની કથાનો હતો કે જ્યાં ભગવાન ચેતન્ય મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું અને રેલવેના ટેકનિકલ કારણો અને વાવાઝોડાના કારણે આ ટ્રેનો રાત્રીના લગભગ દોઢ કલાકે કથા સ્થળે પહોંચી હતી અને રાત્રે 2- 15 મિનિટે કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે 5:30 કલાકે કથા વિરામ પામી હતી. આ પણ એક ખૂબ નોંધપાત્ર ઘટના છે કે જેમાં લગભગ 2000 થી પણ વધારે શ્રદ્ધાઓ આખી રાત બેસીને ભગવાન રામની પ્રતિક્ષા કરતા હોય તે રીતે કથાની પ્રતિક્ષા કરી રહ્યા હતા.
સમગ્ર કથાનું આયોજન અને વ્યવસ્થા રૂપેશભાઈ વ્યાસે સંભાળ્યું હતું.કથાના મનોરથી મિરાજ ગ્રુપના શ્રી મદનભાઈ પાલીવાલ (નાથદ્વારા )હતા.