બાબરા તાલુકાના કણુકી ગામે શ્રી જળિયાદાદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી સગર સમાજના ગોહિલ પરિવારના સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. તેમાં પરિવારના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયા, 96-લાઠી-બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, તાલુકા પંચાયત પ્રમુખ તુષારભાઈ રામાણી, જિલ્લા પંચાયતના પ્રતિનિધિ હિતેશભાઈ કલકાણી અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ બુટાણી હાજર રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોએ ગોહિલ પરિવારના સ્નેહમિલનના આયોજનને આવકાર્યું હતું. પરિવાર અને સમાજના સભ્યો એક મંચ પર મળ્યા હતા. નવી પેઢી સાથે પારિવારિક સંબંધો મજબૂત કરવા અને સામાજિક એકતા જાળવવા આવા કાર્યક્રમોનું મહત્ત્વ હોવાનું તેમણે જણાવ્યું હતું.
શ્રી જળિયાદાદા ચેરિટેબલ ટ્રસ્ટ, કણુકી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સગર સમાજના ગોહિલ પરિવારના સભ્યો જોડાયા હતા.