Loading Date... Gold 24K: ₹89,683 | Silver 1kg: ₹105,812 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ભાવનગરમાં ૧૫ મી નવેમ્બર ૨૦૨૬ના રોજ યશવંતરાય નાટ્યગૃહ ખાતે જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે

ભાવનગરમાં ૧૫ મી નવેમ્બર ૨૦૨૬ના રોજ યશવંતરાય નાટ્યગૃહ ખાતે  જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

 ભાવનગર જિલ્લામાં આગામી તા. ૧૫ નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મ જયંતીઅન્વયે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યશવંતરાય નાટ્યગૃહ ખાતેયોજાનાર છે.

 

ભાવનગર જિલ્લામાં આગામી તા. ૧૫ નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મ જયંતી

અન્વયે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યશવંતરાય નાટ્યગૃહ ખાતે

યોજાનાર છે. જેની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરીએ પત્રકાર પરિષદ યોજી

માહિતી આપી હતી.

ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરીએ જણાવ્યું હતુ કે આદિવાસી સમાજનું ગૌરવ વધારવા

અને તેમના ગૌરવપૂર્ણ યોગદાનના આઝાદીના ઇતિહાસને જન જન સુધી પહોંચાડવાના ઉદેશ્યથી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧ થી દર વર્ષે ૧૫ નવેમ્બરને

જન જાતિય ગૌરવ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ભગવાન બિરસા મુંડાજીએ માત્ર ૨૫ વર્ષની ટૂંકી

વયમાં અંગ્રેજ શાસન, જમીનદારી પ્રથા અને વેઠપ્રથા સામે 'ઉલગુલાન' નામના મહાન જનઆંદોલનનું

નેતૃત્વ કર્યું હતુ.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ વર્ષ તા. ૧૨ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન

આદિજાતિ જિલ્લાઓમાં ૭ દિવસીય વિવિધ કાર્યક્રમોની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ૨૦

બિનઆદિવાસી જિલ્લાઓમાં એક દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. જે આગામી આગામી

તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સમગ્ર દેશ સાથેની સાથે ભાવનગર જિલ્લામાં પણ જનજાતીય ગૌરવ

દિવસ ઉત્સાહ અને ગૌરવભેર ઉજવવામાં આવશે.

ભગવાન બિરસા મુંડાની જયંત જયંતીની ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લામાં તા. ૧૫ નવેમ્બર,

૨૦૨૬ના રોજ યશવંતરાય નાટ્ય ગૃહ, મહિલા સર્કલ ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન

કરવામાં આવ્યું છે.


તારીખ ૧૫ નવેમ્બરે મુખ્ય ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડા અને

આદિવાસી દેવ-દેવતાઓનુ પૂજન સ્વાગત, મહાનુભવોનું સ્વાગત, આદિજાતિ વિકાસ વિભાગની યોજના

અને સિદ્ધિઓની ઝાંખી દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ, આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર

વ્યક્તિઓનું સન્માન તેમજ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

આ તકે નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મદદનીશ

પ્રાયોજના અધિકારી હિતેશભાઈ પંડયા અને લાલુદાન ગઢવી, આદિજાતિ વિકાસ અધિકારી કાજલબેન

ચાવડા સહિતના અધિકારીઓ અને પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)