Loading Date... Gold 24K: ₹88,413 | Silver 1kg: ₹104,314 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
રાજ્યના વિવિધ સફારી પાર્કમાં એશિયાઈ સિંહ દર્શન માટે ૮૦ હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા:વન વિભાગને રૂ‌.૧.૫૯ કરોડથી વધુની આવક

“સંવિધાન ગૌરવ દિવસ” ૨૬ નબેમ્બર અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પ્રદેશ સહ પ્રવક્તા અશ્વિન બેન્કરે કોંગ્રેસ પર કર્યા પ્રહારો

“સંવિધાન ગૌરવ દિવસ” ૨૬ નબેમ્બર અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ  પ્રદેશ સહ પ્રવક્તા અશ્વિન બેન્કરે કોંગ્રેસ પર કર્યા પ્રહારો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના તમામ જીલ્લાઓમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિતે પ્રેસકોન્ફરન્સનું આયોજન કર્યું હતું તે અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે જીલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રીમયુરભાઈ માંજરીયા, મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીની ઉપસ્થિતિમાં પ્રદેશ સહ પ...

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના તમામ જીલ્લાઓમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિતે પ્રેસ

કોન્ફરન્સનું આયોજન કર્યું હતું તે અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે જીલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રી

મયુરભાઈ માંજરીયા, મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીની ઉપસ્થિતિમાં પ્રદેશ સહ પ્રવક્તા અશ્વિનભાઈ બેન્કરે પત્રકાર પરિષદ

સંબોધતા જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબે સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુતાના મૂલ્યોને બંધારણમ સ્થાન અપાવીને

ભારતના દરેક નાગરિકના અધિકારોન નું રક્ષણ સુનિશ્ચિત કર્યું છે. મહિલાઓના અધિકારો, શ્રમિકોના હિતો, સામાજિક

ન્યાય, શિક્ષણ અને વંચિત વર્ગોના ઉત્થાન માટે બાબાસાહેબનું યોગદાન અવિસ્મરણીય છે

ડૉ. બાબાસાહેબનું સમગ્રજીવન સર્વસમાવેશ વિચારધારા અને સામાજિક સમરસતાની પ્રેરણા આપનારું રહ્યું છે.

તેમના વિચારોને કોઈ એક જ્ઞાતિ, સમાજ કે વર્ગ પૂરતા મર્યાદિત કરી શકાય તેમ નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

વારંવાર ડૉ. બાબાસાહેબના વિચારોને દેશની વિકાસયાત્રા સાથે જોડીને સામાજિક ન્યાય અને સમાન તકના સંકલ્પને આગળ

ધપાવી રહ્યા છે

બાબાસાહેબના જીવન સાથે જોડાયેલ પાંચ મહત્ત્વપૂર્ણ સ્થળોને ‘પંચતીર્થ’ તરીકે વિકસાવવાની પહેલ મોદી સરકારે

કરી છે જેમાં મધ્યપ્રદેશ સ્થિત જન્મભૂમિ મહૂ, લંડન સ્થિત શિક્ષણભૂમિ, નાગપુરની દીક્ષાભૂમિ, દિલ્હીની મહાપરિનિર્વાણ

ભૂમિ અને મુંબઈની ચૈત્યભૂમિનો સમાવેશ થાય છે.

દિલ્હીના ૨૬, અલીપુર રોડ ખાતે બાબાસાહેબના મહાપરિનિર્વાણ સ્થળે ભવ્ય રાષ્ટ્રીય સ્મારક વિકસાવવામાં આવ્યું

છે. દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના કરીને તેમના વિચારો અને સંશોધનને નવી પેઢી સુધી

પહોચાડવાનું કાર્ય થયું છે.

બાબાસાહેબ આંબેડકરજીને સન્માન આપવાના ભાગરૂપે શ્રી મોદીજી દ્વારા ડિજિટલ પેમેન્ટ એપનું નામ‘BHIM’

રાખવામાં આવ્યું છે

ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બાબાસાહેબના વિચારોને માત્ર સ્મારકો સુધી મર્યાદિત નહીં રાખીને ગરીબ,

વંચિત, શોષિત અને પછાત વર્ગોના સશક્તિકરણની નીતિઓમાં સ્થાન આપવાનો પ્રયાસ થયો છે.

આજે કોંગ્રેસ બંધારણની નકલ હાથમાં લઈને લોકશાહી અને બંધારણના રક્ષણની વાતો કરે છે, પરંતુ આ જ

કોંગ્રેસના રાહુલગાંધીના દાદી અને તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ દેશમાં કટોકટી લાદી

લોકશાહીની હત્યા કરી હતી.

કટોકટીના ૨૧ મહિના દરમિયાન લોકશાહીના મૂળભૂત અધિકારો અને નાગરિક સ્વતંત્રતાઓ સમાપ્ત કરી દેવામાં

આવી હતી, અનેક નાગરિકો પર દમન ગુજારવામાં આવ્યું હતું, કોઈ કારણ વગર સેંકડો નાગરિકોને જેલના સળિયા પાછળ

ધકેલી દેવામાં આવ્યાં હતું. પ્રેસ મીડિયા પર પણ સેન્સરશિપ લગાવી દેવામાં આવી હતી.

બંધારણના ઘડવૈયા અને દેશના પ્રથમ કાયદા મંત્રી ડો. બાબા સાહેબને લોકસભામ પહોચાડતા રોકવા માટે કોગ્રેસે

તેમની સામે ઉમેદવાર ઊભા રાખી હરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આજે સત્તા માટે તરફડીયા મારતી એ જ કોંગ્રેસ બાબાસાહેબના

નામે સહાનુભૂતિ મેળવવાના પ્રયાસ કરી રહી છે. પણ દેશની જનતા કોંગ્રેસના અસલી ચહેરાને ખૂબ સારી રીતે જાણી ચૂકી છે.

બાબાસાહેબનું સ્વપ્ન હતું કે દેશના દરેક નાગરિકને સમાન તક, સમાન અધિકાર અને સન્માનપૂર્ણ જીવન મળે અને

આ જ દિશામાં ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ

મોદીના સુકાન હેઠળની કેન્દ્ર તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્યની ભાજપા સરકાર આગળ વધી

રહી છે.

શ્રી બેન્કરે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓની વાત કરતા સરકારની અંત્યોદય કામગીરીની

સરાહના કરી હતી ભાજપ માને છેકે બંધારણ દેશની એકતા, અખંડિતા, સામાજિક સમરસતા અને લોકશાહીની મજબુત


આધાર શીલા છે ભાજપની સરકાર બંધારણની મૂળભૂત માળખા, લોકશાહી સંસ્થા અને નાગરિકોના અધિકારોનું સન્માન

કરવા પ્રતિબદ્ધ છે.

આ સાથે આગામી તારીખ ૨૬મી નવેમ્બરે બંધારણ ગૌરવ દિવસ નિમિતે અમરેલી ખાતે સવેર ૧૦:૦૦ કલાકે, ડૉ.

જીવરાજ મહેતા ચોક થી ડૉ. બાબાસાહેબની પ્રતિમા સુધી યોજાનાર “સંવિધાન ગૌરવ યાત્રા”માં જોડાવા સૌ નાગરિકોને જાહેર

આમંત્રણ પાઠવું હતું.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)