રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા આગામી તા. ૨૬ નવેમ્બર ગુરૂવારના રોજ જિલ્લા રોજગાર વિનિમિય કચેરી, અમરેલી ખાતે સવારે ૧૧.૦૦ કલાકથી અનુબંધમ પોર્ટલના માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં આઈ.ટી.એમ સ્કીલ એકેડમી (આઈ.સી.આઈ.સી.આઈ) બેંક દ્વારા રિલેશનીપ મેનેજર, લાયકાત ગ્રેજ્યુએશન ૫૦ ટકા સાથે ૧૮થી ૨૫ વર્ષની વય મર્યાદા ઘરાવતા ઉમેદવારો માટે તક છે.
આ જગ્યા માટે રૂ. ૨૫,૦૦૦ પગાર આપવામાં આવશે. જ્યારે આઈ.સી.આઈના હોમ ફાઈનાનસ દ્વારા આસિસ્ટન્ટ મેનેજર લાયકાત એમ.બી.એ અને ૨૨ વર્ષથી ૨૬ વર્ષની મર્યાદા ધરાવાત ઉમેદવારો માટે તક છે. આ જગ્યા માટે રૂ. ૩૩,૩૩૩ સુધી પગાર આપવામાં આવશે. જ્યારે એચ.ડી.એફ.સી લાઈફ ઇન્શ્યુરન્સ (અમરેલી) દ્વારા એરિયા મેનેજરની જગ્યા માટે ગ્રેજ્યુએશન અને ૨ વર્ષનો સેલ્સ અનુભવ ધરાવતા ઉમેદવારની આવશ્યકતા છે. જ્યારે એજન્સી પાર્ટનરની જગ્યા માટે ધો. ૧૨ પાસ અને ફાઈનાન્સિયલ એડવાઇઝર માટે ધો. ૧૦ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતા માટે વિવિધ રોજગારની તકો ઉપલબ્ધ રહેશે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતના મૂળ પ્રમાણપત્રો, આધારકાર્ડ તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળામાં ઉપસ્થિત રહેવું.
આ ભરતી મેળામાં ઉમેદવારોએ પાતોના બાયોડેટા, શૈક્ષણિક પ્રમાણપત્રો, પાસપાપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ, આધાર કાર્ડ, અનુભવનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમિય કચેરી અમરેલીનો ફોન નંબર ૦૨૭૯૨ ૨૨૩૩૯૪ પર સંપર્ક કરી શકાય છે.