Loading Date... Gold 24K: ₹89,563 | Silver 1kg: ₹105,670 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ભાવનગર જિલ્લામાં યોગાસન સ્પર્ધાનું આયોજન, રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે

કથા ગંગા સ્વરુપ હોય છે તેથી નીત નૂતન છે: મોરારિબાપુ

કથા ગંગા સ્વરુપ હોય છે તેથી નીત નૂતન છે: મોરારિબાપુ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

માનસ ભારત સ્વસ્તિક યાત્રા આજે ચતુર્થ ચરણમાં અવંતિકા નગરી ઉજ્જૈનમાં મહાકાલના શ્રી ચરણોમાં પહોંચી હતી. આ તીર્થસ્થાન દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક છે.

માનસ ભારત સ્વસ્તિક યાત્રા આજે ચતુર્થ ચરણમાં અવંતિકા નગરી ઉજ્જૈનમાં મહાકાલના શ્રી ચરણોમાં પહોંચી હતી. આ તીર્થસ્થાન દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. એટલું જ નહીં પરંતુ કૃષ્ણ, સુદામા, બલરામ વગેરેએ જ્યાં અભ્યાસ કર્યો છે તે ગુરુકુલમ પણ અહીં છે. જેથી આ નગરીનું ધાર્મિક ઐતિહાસિક મહત્વ ઘણું છે. 
‌ પુ.મોરારિબાનુની કથા ક્રમની 986 મી "માનસ ભારત સ્વસ્તિક યાત્રા" દ્વિતીય ચરણનુ 4505 કિલોમીટર અંતર રહેવાનું છે. શારદાપીઠ દ્વારકા થી શરૂ કરીને ગોવર્ધનપીઠ જગન્નાથપુરીની આ યાત્રા શંકરાચાર્યની પાવનભૂમિ જગન્નાથ ભગવાનના ચરણોમાં વિરામ પામશે. 
           ચતુર્થ ચરણમાં આજે તા.17/11 ના બાપુએ કથા વાણીમાં કહ્યું કે આ નગરીમાંની યાત્રા કરવાનું વારંવાર મન થાય છે કારણ કે અહીં એવા મહાપુરુષની ભૂમિ છે કે જે આપણી આંખને ભીની કરે છે.સને 2028 માં કુંભ થવાનો છે ત્યારે બાપુએ આજે કથા દરમિયાન "માનસ મહાદેવ" મહાકુંભની કથા ગાવાનો મનોરથ જાહેર કર્યો હતો. બાપુએ પ્રારંભમાં કહ્યું કે આપણા શરીરના ધડથી મસ્તકનો ભાગ અને કટી ભાગથી નીચેનો ભાગ કાઢી નાખીએ તો પાછળ આપણું ધડ બચે છે .ધડ એ મહાકાલ છે આપણા શરીરનું એ ધડ શિવલિંગ છે.તેથી આપણે જ્યારે સ્નાન કરીએ છીએ ત્યારે શક્ય હોય તો રુદ્રાષ્ટકનો પાઠ કરવો જોઈએ. 10 રુદ્રાષ્ટક ફુલ 8 બંધ છે. તેમાંથી એકાદ બંધ જો પણ આપણે બોલીએ તો શિવ પૂજા થઈ જાય છે.ઘણાં સ્વસ્તિક મનમાં સ્ફુરે છે. શંકરાચાર્યજીએ ચાર વસ્તુ મુખ્ય ગણાવી છે. જેમાં ભસ્મ,ભિક્ષા, ભૂત અને ભંજન અને આપણે જાણી શકીએ.આ બધાનું સ્મરણ મંગળ કરે. પ્રેમ પરીક્ષાનો વિષય નથી પરંતુ પ્રતીક્ષાનો વિષય જ્યાં પરીક્ષા છે ત્યાં પ્રેમ નથી.કથા નીત નુતન છે તેથી તે પ્રવાહી ગંગા સ્વરુપ છે.
          આજે કથામાં કથા દરમિયાન અંત ભાગમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ ઉપસ્થિત રહીને પોતાનો મનોભાવ વ્યક્ત કરતા કહ્યું કે મધ્યપ્રદેશના ધર્મસ્થાનો પછી તે કૃષ્ણ હોય, રામના હોય કે શિવના હોય બધાં જ સ્થાનોને તીર્થ સ્થાનો તરીકે વિકસાવવાનું અભિયાન મારી સરકાર ચલાવી રહી છે.ગાય માટે અને પ્રાકૃતિક ખેતી માટે પણ સરકાર જન કલ્યાણના કાર્યક્રમમાં હાથ ધરી રહી છે. આજે બાપુના દર્શન કરીને એક રીતે સને 2028 ના કુંભનો પ્રારંભ થઈ ગયો છે તેમ કહું તો ખોટું નથી. 
                કથાના ક્રમમાં આજે શિવ સતીને કથા સંભળાવે છે અને રામનું મહત્વ અને રામાવતારનું કાર્ય તેના પર સંવાદ થયો હતો. આવતીકાલે તારીખ 18 ના રોજ નાગપુરમાં રામ જન્મનો ઉત્સવ ઉજવવામાં આવશે. 
          સમગ્ર કથાનું આયોજન જે રીતે મિરાજ ગ્રુપના શ્રી મદનલાલ પાલીવાલ તથા શ્રી રૂપેશભાઈ વ્યાસ (ઈંદોર) કરી રહ્યા છે. તે ન ભૂતો ભવિષ્યતિ જેવું અસ્મરણિય કહી શકાય તેમ છે.આજે સાંજે ઉજ્જૈનના રેલવે પ્લેટફોર્મ ઉપર સાંધ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)