Loading Date... Gold 24K: ₹89,563 | Silver 1kg: ₹105,670 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ભાવનગર જિલ્લામાં સબસીડાઈઝ ખાતરના પ્રિ-બુકિંગ માટે FSAS ડિજિટલ વ્યવસ્થાનો પ્રારંભ

ભાવનગર જિલ્લામાં સબસીડાઈઝ ખાતરના પ્રિ-બુકિંગ માટે FSAS ડિજિટલ વ્યવસ્થાનો પ્રારંભ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ખેડૂતોને સબસીડાઈઝ ખાતર સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર ઉપલબ્ધ થાય તે હેતુથી ભારત સરકાર દ્વારાઆધુનિક ટેકનોલોજી આધારિત ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ (FSAS) અમલી બનાવવામાં આવી છે.

ખેડૂતોને સબસીડાઈઝ ખાતર સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર ઉપલબ્ધ થાય તે હેતુથી ભારત સરકાર દ્વારા

આધુનિક ટેકનોલોજી આધારિત ‘ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ’ (FSAS) અમલી બનાવવામાં આવી છે. આ

વ્યવસ્થા અંતર્ગત ભાવનગર જિલ્લાને આવરી લેવામાં આવ્યો છે અને તા. ૧૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જિલ્લામાં

આ ડિજિટલ પ્રિ-બુકિંગ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂતો હવે ઘરબેઠાં પોતાના મોબાઈલ દ્વારા અથવા નજીકની ખાતર રિટેલ દુકાન અને

સહકારી મંડળી મારફતે જરૂરી ખાતરનું અગાઉથી બુકિંગ કરાવી શકશે.

આ સુવિધાથી ખેડૂતોને ખાતરની ઉપલબ્ધતા અંગે અગાઉથી જાણકારી મળશે તેમજ ખાતર ખરીદી વખતે દુકાનો પર

થતી ભીડ અને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની મુશ્કેલીમાંથી રાહત મળશે.

FSAS વ્યવસ્થાથી ખાતરના વેચાણ અને વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા તથા કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોને

વધુ સરળ તથા સુવ્યવસ્થિત સેવા ઉપલબ્ધ બનશે.

જિલ્લાના ખાતર વિક્રેતાઓ અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને પ્રિ-બુકિંગ અંગે જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી

પાડવામાં આવશે.

વધુ માહિતી માટે ખેડૂતો નજીકની કૃષિ કચેરીનો સંપર્ક કરી શકશે. આ ઉપરાંત, જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના સંપર્ક

નંબર ૦૨૭૮-૨૪૨૩૩૪૦ પર પણ માહિતી મેળવી શકાશે.તેમ નાયબ ખેતી નિયામક (વિ), ભાવનગરની અખબારી

યાદીમાં દ્વારા જણાવ્યું છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)