Loading Date... Gold 24K: ₹90,192 | Silver 1kg: ₹106,413 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
સરકારી કામકાજમાં દોષરહિત, પારદર્શિતા, નિયમોનું પાલન અને ઉત્તરદાઈત્વ સુનિશ્ચિત કરીને સરકારી ખરીદીની પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિષયો પર સત્ર યોજાયા

દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી અનાજની કીટનું વિતરણ

દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી અનાજની કીટનું વિતરણ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દિવાળીના પાવન પર્વ નિમિત્તે સમાજના છેવાડાના વિસ્તારોમાં વસતા આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર ખુશી લાવવાના ઉમદા હેતુથી સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક, સાવરકુંડલા દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કીટમાં ઘઉંનો લોટ, તેલ, ચણા...

દિવાળીના પાવન પર્વ નિમિત્તે સમાજના છેવાડાના વિસ્તારોમાં વસતા આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર ખુશી લાવવાના ઉમદા હેતુથી સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક, સાવરકુંડલા દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કીટમાં ઘઉંનો લોટ, તેલ, ચણાનો લોટ, મગનો લોટ, ગોળ, ખાંડ, ચોખા, દાળ સહિતની વિવિધ જીવનજરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સંસ્થાના આ સેવાકીય કાર્યથી જરૂરિયાતમંદ પરિવારોને દિવાળીના તહેવારની ઉજવણીમાં આર્થિક સહાય મળી રહે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. તહેવારોની ખુશીઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને કોઈપણ પરિવાર તહેવારની ખુશીઓથી વંચિત ન રહે તેવા આશય સાથે આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
આ સેવાકીય પ્રવૃત્તિમાં ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલ વ્યાસ, માધવ વ્યાસ, હિતેષભાઈ મકવાણા, જિતેનભાઈ હેલૈયા સહિતના આગેવાનો જોડાયા હતા. સંસ્થાના આ માનવતાવાદી અભિગમને સૌએ બિરદાવ્યો હતો.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Related Stories
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)