Loading Date... Gold 24K: ₹90,192 | Silver 1kg: ₹106,413 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
સરકારી કામકાજમાં દોષરહિત, પારદર્શિતા, નિયમોનું પાલન અને ઉત્તરદાઈત્વ સુનિશ્ચિત કરીને સરકારી ખરીદીની પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિષયો પર સત્ર યોજાયા

રાષ્ટ્રીય વયોવૃદ્ધ યોજના અંતર્ગત ૧૮૨ વડીલોને નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ. વયોવૃદ્ધોના સન્માન અને આત્મનિર્ભરતા તરફ ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલાના પ્રયાસોથી સેવાભાવી કદમ

રાષ્ટ્રીય વયોવૃદ્ધ યોજના અંતર્ગત ૧૮૨ વડીલોને નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ. વયોવૃદ્ધોના સન્માન અને આત્મનિર્ભરતા તરફ ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલાના પ્રયાસોથી  સેવાભાવી કદમ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સાવરકુંડલા.વયોવૃદ્ધ નાગરિકોને જીવનમાં વધુ સુવિધા, સરળતા અને આત્મનિર્ભરતા મળી રહે તેવા ઉમદા હેતુથી ભારત સરકારની રાષ્ટ્રીય વયોવૃદ્ધ યોજના અંતર્ગત વયોવૃદ્ધો માટે ઉપયોગી નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કાર્યક્રમસાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલા-લીલિયા વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ...

સાવરકુંડલા.વયોવૃદ્ધ નાગરિકોને જીવનમાં વધુ સુવિધા, સરળતા અને આત્મનિર્ભરતા મળી રહે તેવા ઉમદા હેતુથી ભારત સરકારની રાષ્ટ્રીય વયોવૃદ્ધ યોજના અંતર્ગત વયોવૃદ્ધો માટે ઉપયોગી નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કાર્યક્રમ
સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલા-લીલિયા વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા, જિલ્લા પ્રમુખશ્રી દક્ષાબેન ચોડવડિયા યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત કુલ **૧૮૨ લાભાર્થીઓને ૧,૦૧૨ વિવિધ પ્રકારનાં ઉપયોગી સહાયક સાધનોનું વિતરણ** કરવામાં આવ્યું હતું. આ સાધન સહાય પેટે કુલ **રૂ. ૧૩.૪૪ લાખની સહાય** લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી.
આ યોજનાનો મુખ્ય હેતુ વયોવૃદ્ધ નાગરિકોને તેમની દૈનિક જીવનશૈલીમાં પડતી મુશ્કેલીઓ ઘટાડવા, જરૂરી સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવા તેમજ તેમને વધુ સુગમ અને સ્વાવલંબી જીવન જીવવામાં મદદરૂપ થવાનો છે.
મહાનુભાવોએ લાભાર્થીઓને સાધન સહાય અર્પણ કરી સરકારની આ લોકકલ્યાણકારી યોજનાનો લાભ વધુમાં વધુ વયોવૃદ્ધ નાગરિકો સુધી પહોંચે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
વયોવૃદ્ધ નાગરિકોના સન્માન, સુખાકારી અને આત્મનિર્ભરતા માટે સરકાર દ્વારા કરવામાં આવતી આવી સેવાકીય પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.
આ પ્રસંગે  બાંધકામ સમિતિના ચેરમેનશ્રી પ્રકાશભાઈ પાનસુરીયા,નગરપાલીકા પ્રમુખ શ્રી નયનાબેન કાપડીયા,તાલુકા પંચાયત પ્રમુખ  દક્ષાબેન મહીડા ,વિભાગના અધિકારી પુજાબેન પટેલ સહિતના જીલ્લા ભાજપ પરિવાર, વડીલો  ઉપસ્થિત રહ્યા હતા.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Related Stories
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)