Loading Date... Gold 24K: ₹88,191 | Silver 1kg: ₹104,052 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના રોડ-શોનું લખનઉ ખાતે આયોજન , ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને રાજ્યની વિકાસગાથામાં ભાગીદાર બનવા આમંત્રણ

મોટરસાઇકલની નવી સિરીઝ GJ 14 BN 0001-9999 માટે અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા ઈ-ઓકશન પ્રક્રિયા

મોટરસાઇકલની નવી સિરીઝ GJ 14 BN 0001-9999  માટે અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા ઈ-ઓકશન પ્રક્રિયા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા મોટરસાઇકલની નવી સિરીઝ GJ 14 BN 0001-9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૦૨ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૦૪ વાગ્યાથી તા.૦૪ ડિસેમ્બર, ૨૦૨૬ના સાંજે ૪ વાગ્યા સુધીમાં થઈ શકશે.

અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા મોટરસાઇકલની નવી સિરીઝ GJ 14 BN 0001-9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 

ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૦૨ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૦૪ વાગ્યાથી તા.૦૪ ડિસેમ્બર, ૨૦૨૬ના સાંજે ૪ વાગ્યા સુધીમાં થઈ શકશે. બિડિંગ સમયગાળો તા.૦૪ ડિસેમ્બર, ૨૦૨૬ સાંજે ૦૪ કલાકથી તા. ૦૬ ડિસેમ્બર, ૨૦૨૬ સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઈ-ઓકશનનું પરિણામ તા.૦૬ ડિસેમ્બર,૨૦૨૬ એ જાહેર થશે.

 

ઓનલાઈન ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે અરજદારે http://parivahan.gov.in/parivahan/ પર નોંધણી, યુઝર આઈ.ડી.પાસવર્ડ તૈયાર કરવા અને હરાજી,ચૂકવણું કરવું, વાહન નંબર મેળવવા સહિતની પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે.

 

વાહન ખરીદીના સાત દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. અરજદારે અરજી પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણા જમા કરાવવા. અરજદાર જો નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ ભરેલી રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવાની રહેશે.

 

આર.બી.આઈ. દ્વારા નક્કી કરવામાં આવેલા દરે ઓનલાઈન ઈ-ઓકશનમાં, અરજદારે ચાર્જ ચૂકવવાનો રહેશે. હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીના નાણાં દિન-૫ (પાંચ)માં ભરપાઈ કરવા માટે એસ.એમ.એસ. કે ઈ-મેઈલથી જણાવવામાં આવશે. હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના રહેશે એટલે કે નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી રકમનું ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના એમ.આઈ.એસ.થી સફળ અને નિષ્ફળ વ્યવહારની ખાતરી કરી તે અંગેની જાણ બેંકને કરવી.

 

ઈ-ઓકશનમાં ભાગ લેવા માટેનો વીડિયો યુ ટ્યુબમાં ઈ-ઓકશન, આર.ટી.ઓ ગુજરાત સર્ચ કરવાથી મેળવી શકાશે. ઈનવોઈસ અથવા વિમાની તારીખ બેમાંથી જે વહેલા હોય તે તારીખથી સાત દિવસ થતા હોય તેવા વાહન માલિકો જ ઓકશનમાં ભાગ લઈ શકશે તેમ, અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)