Loading Date... Gold 24K: ₹88,191 | Silver 1kg: ₹104,052 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના રોડ-શોનું લખનઉ ખાતે આયોજન , ઉત્તર પ્રદેશના ઉદ્યોગોને રાજ્યની વિકાસગાથામાં ભાગીદાર બનવા આમંત્રણ

અમરેલી જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭નો પ્રારંભ: તા. ૨૬ ડિસેમ્બર સુધી નામ નોંધણી અને સુધારા કરાવી શકાશે

અમરેલી જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭નો પ્રારંભ: તા. ૨૬ ડિસેમ્બર સુધી નામ નોંધણી અને સુધારા કરાવી શકાશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. ૦૧.૦૧.૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર કરવામાં આવેલ છે.

ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. ૦૧.૦૧.૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે આજરોજ અમરેલી જિલ્લામાં તા. ૨૭.૧૧.૨૦૨૬ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી.

 

આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને મુસદ્દા મતદારયાદીની નકલ આપવામાં આવી હતી. તેમજ હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાના સમયગાળા તથા ખાસ ઝુંબેશના દિવસો બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

 

જિલ્લાના તમામ નાગરિકોને પોતાનું નામ મુસદ્દા મતદારયાદીમાં ચકાસી લેવા અનુરોધ કરવામાં આવે છે. તા. ૨૭.૧૧.૨૦૨૬ (શુક્રવાર) થી તા. ૨૬.૧૨.૨૦૨૬ (શનિવાર) સુધીના હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાના સમયગાળા દરમિયાન તા. ૦૧.૦૧.૨૦૨૭ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે, તેમજ મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં સુધારા કરાવી શકશે.

 

આગામી તા. ૨૯.૧૧.૨૦૨૬ (રવિવાર), તા. ૦૬.૧૨.૨૦૨૬ (રવિવાર) તેમજ તા. ૧૩.૧૨.૨૦૨૬ (રવિવાર) ના રોજ ખાસ ઝુંબેશના દિવસો હોવાથી જિલ્લામાં સમાવિષ્ટ ૧,૩૯૫ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીઓ (BLO) સવારના ૧૦.૦૦ કલાકથી સાંજના ૦૫.૦૦ કલાક સુધી ઉપસ્થિત રહી મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા અને કમી માટેના ફોર્મ્સ સ્વીકારશે. જિલ્લામાં વસવાટ કરતા દેશના યુવા નાગરિકો વધુમાં વધુ મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રી, અમરેલી તરફથી જાહેર અપીલ કરવામાં આવે છે.

 

વધુ માહિતી માટે મતદારો ભારતના ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇન નંબર (ટોલ ફ્રી) ૧૯૫૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સહિત અમરેલી જિલ્લાના પ્રાંત અધિકારી સર્વશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)