દામનગર મા મગફળી ખરીદી મા ખેડૂતો સાથે વજન ગણતરી મા ધોબાજાળી બજાર કરતા 100 મોંઘી ખરીદી થી ખેડૂતો ને લાલચ ભારે પડી ખેડૂતો ની વાયુ વેગે ભરી લેવાય વેપારી અને દલાલે પુરા નામ સરનામાં પણ ન બતાવ્યા લાઠી તાલુકા ના રામપર ગામ નો દલાલ હોવા નું કહેવાયુ હતું અને વેપારી એ ગોંડલ નો હોવા નું જણાવ્યું અને અધૂરા નામો વાળી ઓળખ આપી વજન ગણતરી પહેલા વેપારી અને દલાલ બંને ટ્રક સાથે પલાયન થયા હતા
દરેક ખેડૂત સાથે 200 થી 250 મણ મગફળી ખરીદી કરી દરેક ખેડૂત ને 50 મણ થી 70 મણ વજન ઓછું ગણાવ્યું 10 થી વધુ ખેડૂતો એ દામનગર પોલીસ મા વિગતે આપી ફરિયાદ દલાલે પોતા નું ગામ રામપર જણાવ્યું હતું અને વેપારી પોતા નું ગામ ગોંડલ હોવા નું જણાવ્યું હતું તા. 16/11/26 અને તા. 18/11/26 એમ બે તબક્કા મા મગફળી તોળી હતી અગાઉ આજ રીતે દામનગર ના રાભડા ગામે પણ આજ ચીટર ટોળકી તા 19/11/26 ના રોજ છેતરપીડી ખેડૂતે સતર્કતા પકડી પડતા મામલો સ્થળ ઉપર જ સુલટાવ્યો હતો
દામનગર ના ખેડૂતો એ આ ચીટર ટોળકી ને ફોન કરી છેતરપીડી સામે પોલીસ ફરિયાદ ની વાત કરતા ચીટર ટોળકી એ દીવાની દાવો કરવાની ચીમકી ઉચ્ચારી આ ચીટર ટોળકી સામે દામનગર પોલીસે વ્યૂહાત્મક સ્થળ ના સીસી ટીવી કેમેરા તપાસી છેતરપીડી કરી ખેડૂતો ની મગફળી ભરી જનાર ટ્રક સહિત સંડોવાયેલ તમામ ચીટર ગૅંગ સામે કાનૂની પગલાં લઈ રિકવરી કરવા પોલીસ મા પીડિત ખેડૂતો ની રાવ આ છેતરપીડી થી માત્ર ખેડૂત જ નહીં પણ શ્રમિક ભાગીયા પણ છેતરપીડી નો ભોગ બન્યા ખેડૂતો મા ટકાવારી 10 જેટલાં ખેડૂતો સાથે 10 ભાગીયા પરિવારો પણ આર્થિક નુકશાની નો ભોગ બન્યા છે