Loading Date... Gold 24K: ₹88,625 | Silver 1kg: ₹104,564 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
સાવરકુંડલા તાલુકાના વંડા અને લુવારા ગામને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ કુલ રૂ. ૩.૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામા આવ્યા

સાવરકુંડલા તાલુકાના વંડા અને લુવારા ગામને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ કુલ રૂ. ૩.૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામા આવ્યા

સાવરકુંડલા તાલુકાના વંડા અને લુવારા ગામને ધારાસભ્ય  મહેશભાઈ કસવાલાએ કુલ રૂ. ૩.૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામા આવ્યા
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

વંડા ગામે રૂ. ૨.૫૩ કરોડના ખર્ચે રસ્તા, આંગણવાડીઓ અને નવનિર્મિત શાળા ભવનના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ, જ્યારે લુવારા ગામે રૂ.

વંડા ગામે રૂ. ૨.૫૩ કરોડના ખર્ચે રસ્તા, આંગણવાડીઓ અને નવનિર્મિત શાળા ભવનના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ, જ્યારે લુવારા ગામે રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે ગ્રામ પંચાયત ભવન અને પુલનું લોકાર્પણ કરાયું

સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ થાય અને નાગરિકોને ગામમાં જ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બને તેવા હેતુથી ધારાસભ્ય  મહેશભાઈ કસવાલા હસ્તે વંડા અને લુવારા ગામે કુલ રૂ. ૩.૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યો અંતર્ગત રસ્તા, શિક્ષણ, બાળવિકાસ, ગ્રામ વહીવટ અને વાહનવ્યવહાર જેવી પાયાની સુવિધાઓને નવી દિશા મળશે.


સાવરકુંડલા તાલુકાના વંડા ગામે કુલ રૂ. ૨.૫૩ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર સુવિધાપથ રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગના નિર્માણથી ગામના નાગરિકોને અવરજવર માટે વધુ સુવિધાજનક માર્ગ ઉપલબ્ધ બનશે તેમજ સ્થાનિક પરિવહનને વેગ મળશે.

આ ઉપરાંત રૂ. ૩૨ લાખના ખર્ચે બે આંગણવાડીઓના નવનિર્માણકાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આંગણવાડીના નવા ભવનોના નિર્માણથી બાળકોને શિક્ષણ, પોષણ અને પ્રારંભિક બાળવિકાસ માટે વધુ સારી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે.

વંડા ગામમાં શિક્ષણક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ બની છે. રૂ. ૧.૨૧ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓ સાથે તૈયાર થયેલા આ શાળા ભવનથી ગામના બાળકોને અભ્યાસ માટે વધુ સાનુકૂળ વાતાવરણ મળશે અને શૈક્ષણિક સુવિધાઓને પ્રોત્સાહન મળશે.

આમ, વંડા ગામે રૂ. ૧ કરોડના સુવિધાપથ રોડ અને રૂ. ૩૨ લાખની બે આંગણવાડીઓના ખાતમુહૂર્ત સહિત રૂ. ૧.૨૧ કરોડના શાળા ભવનના લોકાર્પણ સાથે કુલ રૂ. ૨.૫૩ કરોડના વિકાસકાર્યો ગામને સમર્પિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે પણ કુલ રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા બે મહત્વપૂર્ણ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જેમાં રૂ. ૨૫ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા ગ્રામ પંચાયત ભવનથી ગ્રામજનોને સ્થાનિક વહીવટી કામગીરી માટે વધુ સુવિધાજનક માળખું ઉપલબ્ધ થશે. ગ્રામ પંચાયતની વિવિધ સેવાઓ અને વહીવટી કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકશે.

આ ઉપરાંત લુવારા-ગોરડકા રોડ પર રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલા પુલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુલથી આસપાસના ગામોના નાગરિકોને અવરજવરમાં સુવિધા મળશે તેમજ માર્ગ પરિવહન વધુ સરળ અને સુગમ બનશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનો સંપર્ક મજબૂત બનશે અને સ્થાનિક લોકોને રોજિંદા આવાગમનમાં લાભ મળશે.

વંડા અને લુવારા ગામે હાથ ધરાયેલા આ વિકાસકાર્યો ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, શિક્ષણ, બાળવિકાસ અને વહીવટી માળખાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. એક તરફ વંડા ગામે રૂ. ૨.૫૩ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું, તો બીજી તરફ લુવારા ગામે રૂ. ૧.૨૫ કરોડના પૂર્ણ થયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આમ, સાવરકુંડલા તાલુકાના બંને ગામોને મળીને કુલ રૂ. ૩.૭૮ કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે. આ વિકાસકાર્યોના પરિણામે ગ્રામજનોને પાયાની સુવિધાઓનો લાભ મળશે તેમજ ગામોના સર્વાંગી વિકાસને વેગ મળશે.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમા પ્રકાશભાઈ પાનસુરીયા ચેરમેન જાહેર બાંધકામ સમિતી જીલ્લા પંચાયત અમરેલી,રજનીભાઈ ડોબરીયા પ્રમુખ તાલુકા  ભાજપ, તેમજ મહામંત્રીશ્રીઓ,મુકેશભાઈ મહીડા  પ્રમુખ પ્રતિનિધિ તાલુકા પંચાયત સાવરકુંડલા ,જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ ,તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ,સરપંચશ્રીઓ, સંગઠન હોદ્દેદારશ્રીઓ,ગામના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)