પૂ.મોરારિબાપુના પિતાશ્રી પ્રભુદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે સંતવાણી સમારોહ અને તલગાજરડા ગામની દીકરીઓનો સમૂહ લગ્નનો કાર્યક્રમ છેલ્લા 19 વર્ષથી યોજાતો રહ્યો છે.ચાલુ વર્ષે આ કાર્યક્રમ 26 નવેમ્બર 2026 કારતકવદી બીજને ગુરૂવારના રોજ ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે યોજાઈ ગયો. સવારના તલગાજરડા ગામની દીકરીઓના સમૂહ લગ્ન સંપન્ન થયા. અને સાંજે સંતવાણી એવોર્ડ સમારોહ અને સંતવાણી પણ યોજાઈ હતી.
એવોર્ડ સમારોહને સંબોધિત કરતા પૂ. મોરારિબાપુએ જણાવ્યું કે ધર્મમાં ભજન સિદ્ધાંત આપે છે અને સદગુરુ સાથે તે સત્ય આપે છે. જેની પાસે ભજન છે તેને પાંચ વસ્તુનો અનુભવ થાય છે. પહેલું પરમાત્માના એશ્વર્યાનો અનુભવ, નિંદા અને નિદ્રા ઓછી થાય, ત્રીજો રજોગુણ, તમોગુણ પણ ઓછો થાય અને ચોથું ભીડથી બચવાની ઈચ્છા સતત રહે અને પાંચમું બધાના પ્રેમનું ભાજન વધતું જાય.
આજે સંતવાણી એવોર્ડ પુ મોરારિબાપુના શુધ્ધ હસ્તે વિવિધ મહાનુભાવો એવોડૅને એનાયત થયા.જેમા સંતવાણીના આદિ સર્જક સંત પુ. સુખરામજી બાપુ-મોટા ભમોદરાને એનાયત થયો જેનો સ્વીકાર ત્યાંના સંચાલક શ્રી વનરાજભાઈ ખુમાણે કર્યો.ભજનીક દેવરાજ ગઢવી-નાનો ડેરો, બાડા-કચ્છને ; તબલાવાદન માટે પ્રતાપભાઈ બારોટ, જૂનાગઢને ; હાર્મોનિયમ માટે વ્યાસપીઠની સતત સેવામાં રત હિતેશગીરી ગણપતગીરી ગોસાઈ, બાબરાને, અને મંજીરાવાદનનો સંજયભાઈ (જમનાદાસ) કાપડી, જામનગરને એવોર્ડ એનાયત થયાં.
. આજના આ એવોર્ડ સમારોહમાં સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ માનવ મંદિરના પુ. ભક્તિ રામ બાપુ તથા અનેક સંતો ઉપસ્થિત હતા.
એવોર્ડ સમારોહ પછી પ્રારંભાયેલ સંતવાણી કાર્યક્રમમાં લોકગાયકો કિર્તીદાન ગઢવી,માયાભાઈ આહીર, હેમંત ચૌહાણ, ભીખુદાન ગઢવી, લલિતા ધોડાદ્રા, ભારતી વ્યાસ, મેરાણ ગઢવી પુરષોત્તમ પરી અને બીજા અનેક નામી કલાકારો ઉપસ્થિત હતાં. કાર્યક્રમનું સંચાલન અને સંયોજન કવિ,ગાયક શ્રી હરિશ્ચંદ્રભાઈ જોશીનું હતું વ્યવસ્થા અને સંકલનમાં શ્રી જયદેવભાઈ માંકડ અને નિલેશભાઈ વાવડીયા વગેરે જોડાયેલા હતા.