Loading Date... Gold 24K: ₹89,559 | Silver 1kg: ₹105,666 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
અમદાવાદમાં ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચની સંગોષ્ઠિનું 10નું સફળ આયોજન

સાવરકુંડલામાં હર્ષોલ્લાસ સાથે નૂતન વર્ષની ઉજવણી: મંદિરોમાં ભીડ અને 'સાલ મુબારક'નો દોર

સાવરકુંડલામાં હર્ષોલ્લાસ સાથે નૂતન વર્ષની ઉજવણી: મંદિરોમાં ભીડ અને 'સાલ મુબારક'નો દોર
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

વિક્રમ સંવત નવા વર્ષનો પ્રારંભ આજ રોજ સાવરકુંડલા શહેરમાં ભારે ઉત્સાહ, ઉમંગ અને પરંપરાગત શ્રદ્ધા સાથે કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ શહેરીજનોએ દેવ દર્શન કરી અને સ્નેહીજનોને મળીને નવા વર્ષની શરૂઆત કરી હતી.​શહેરમાં વહેલી સવારથી જ મંદિરો અને હવેલીઓમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

વિક્રમ સંવત નવા વર્ષનો પ્રારંભ આજ રોજ સાવરકુંડલા શહેરમાં ભારે ઉત્સાહ, ઉમંગ અને પરંપરાગત શ્રદ્ધા સાથે કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ શહેરીજનોએ દેવ દર્શન કરી અને સ્નેહીજનોને મળીને નવા વર્ષની શરૂઆત કરી હતી.
​શહેરમાં વહેલી સવારથી જ મંદિરો અને હવેલીઓમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ ભગવાનના ચરણોમાં શીશ નમાવીને પરિવારના સુખ-શાંતિ માટે આશીર્વાદ મેળવ્યા હતા.વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા તેમજ મિત્રો અને સગા-સંબંધીઓને રૂબરૂ મળીને 'સાલ મુબારક' પાઠવવાનો સિલસિલો મોડે સુધી ચાલ્યો હતો. નવા વસ્ત્રો ધારણ કરીને આવેલા અતિથિઓનું નાસ્તા, મીઠાઈઓ અને મુખવાસથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોએ વહેલી સવારે ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. આ સાથે મોટાભાગના ઘરો, દુકાનો અને ઓફિસો આગળ આકર્ષક રંગોળીઓ પણ શોભતી જોવા મળી હતી.તો પોતાના અંગત સ્વજનો સગા સંબંધીઓને ફોન દ્વારા પણ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા જોવા મળેલ. 
​નવા વર્ષની ઉજવણીમાં ખાણી-પીણીનો ઉત્સાહ પણ અનોખો રહ્યો હતો. બપોરના સમયે શહેરીજનોએ પરિવાર સાથે પરંપરાગત વાનગીઓ જેવી કે ઊંધિયું, દૂધપાક-બાસુંદી અને વિવિધ ફરસાણની જ્યાફત માણીને ઉત્સવના વધામણાં કર્યા હતા. *એક અંદાજ મુજબ, સાવરકુંડલા શહેરના લોકોએ માત્ર એક જ દિવસમાં અંદાજે પંદરથી સત્તર હજાર કિલો જેટલું ઊંધિયું આરોગી લીધું હતું.*
​બીજી તરફ, કેટલાક નાગરિકો લાંબી રજાઓનો લાભ લઈને પોતાના વતન અથવા ધામિક તીર્થસ્થાનોના પ્રવાસે પણ રવાના થયા હતા. આગામી નવું વર્ષ સમગ્ર સાવરકુંડલાવાસીઓ માટે આરોગ્યપ્રદ અને સમૃદ્ધિદાયક નીવડે તેવી શુભકામનાઓ સાથે સૌએ પર્વની ઉજવણી કરી હતી.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)