Loading Date... Gold 24K: ₹88,542 | Silver 1kg: ₹104,466 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
તળાજા: જય જનની વિદ્યાસંકુલ ખાતે બે દિવસીય ‘બાળ અમૃત મહોત્સવ (બાળ પ્રતિભા પર્વ)’ કેમ્પનું ભવ્ય આયોજન

વિસ્તરતા કોંક્રિટના જંગલો વચ્ચે ઘટતી જમીન: વિકાસની આંધળી દોટ વિનાશ નોતરશે?

વિસ્તરતા કોંક્રિટના જંગલો વચ્ચે ઘટતી જમીન: વિકાસની આંધળી દોટ વિનાશ નોતરશે?
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

આજના આધુનિક યુગમાં ઝડપી વિકાસની લ્હાયમાં કુદરતી સંસાધનો અને ખાસ કરીને જમીનનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. સિમેન્ટ-કોંક્રિટના જંગલો સતત વિસ્તરી રહ્યા હોવાથી જમીન સીમિત થઈ રહી છે, જેની ગંભીર અસર પર્યાવરણ અને માનવજીવન પર જોવા મળી રહી છે.  વર્તમાન સમયમાં રહેણાંક મકાનો...

આજના આધુનિક યુગમાં ઝડપી વિકાસની લ્હાયમાં કુદરતી સંસાધનો અને ખાસ કરીને જમીનનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. સિમેન્ટ-કોંક્રિટના જંગલો સતત વિસ્તરી રહ્યા હોવાથી જમીન સીમિત થઈ રહી છે, જેની ગંભીર અસર પર્યાવરણ અને માનવજીવન પર જોવા મળી રહી છે.  
વર્તમાન સમયમાં રહેણાંક મકાનો, દુકાનો, મહાકાય ફેક્ટરીઓ, કારખાનાઓ, રસ્તાઓ અને હોટેલ-રિસોર્ટ જેવા બાંધકામો માટે જમીનનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત બુલેટ ટ્રેન, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ડબલ ટ્રેક, સિક્સ-લેન નેશનલ હાઈવે અને મહાબંદરો જેવા ગંજાવર પ્રોજેક્ટ્સ માટે ખેતીવાડીની કે ફાજલ જમીનનું સંપાદન થવાથી ખેતીલાયક જમીનો બિનખેતી થઈ રહી છે. પરિણામે ખેતરો અને જંગલો ઘટી રહ્યા છે, અને જમીનના અભાવે હવે વનસ્પતિઓ પણ મકાનોની દીવાલો અને છતો ફાડીને ઉગવા મજબૂર બની છે.  
ઘણી જગ્યાએ તો દરિયાને પૂરીને પણ આખેઆખા નગરો વસાવવામાં આવી રહ્યા છે. ઔદ્યોગિકીકરણ અને આવા હાઈટેક બાંધકામોને લીધે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વકરી રહી છે, જેના કારણે શીતપ્રદેશની હિમશીલાઓ પીગળી રહી છે. જો આ જ સ્થિતિ રહી તો સમુદ્રનું જળસ્તર ઊંચું આવશે અને દ્વારકાની જેમ વિશ્વના દરિયાકિનારે વસેલા અનેક શહેરો પાણીમાં ગરકાવ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, જંગલ વિસ્તારો ઘટવાને કારણે હિંસક વન્યપ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે, જેનાથી માનવજીવન અત્યંત દોહ્યલું બની રહ્યું છે.  
વિજ્ઞાન ભલે અવકાશમાં તરતી વસાહતો બાંધવા કે ચંદ્ર અને મંગળ જેવા ગ્રહો પર વસવાટ કરવાની તૈયારી કરી રહ્યું હોય, પરંતુ પૃથ્વી પરની જમીન મર્યાદિત છે અને તે ઉગાડી શકાતી નથી. જો આ જ રીતે જમીનનો ભોગ લેવાતો રહેશે, તો ભવિષ્યમાં માનવીને દફન કરવા માટે પણ જમીન નહીં મળે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વનસ્પતિ તો પોતાનો રસ્તો શોધીને દીવાલો ફાડીને પણ ખીલી ઊઠે છે, પરંતુ માનવીએ હવે જાગૃત થવાની જરૂર છે. વિકાસ વિકરાળ રૂપ ધારણ કરીને વિનાશ નોતરે તે પહેલાં જમીનને જીવની જેમ સાચવવી અને તેનું જતન કરવું અનિવાર્ય બન્યું છે, જેથી આવનારી મોટી આફતોથી બચી શકાય. 
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)