Loading Date... Gold 24K: ₹88,542 | Silver 1kg: ₹104,466 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
તળાજા: જય જનની વિદ્યાસંકુલ ખાતે બે દિવસીય ‘બાળ અમૃત મહોત્સવ (બાળ પ્રતિભા પર્વ)’ કેમ્પનું ભવ્ય આયોજન

તળાજા: જય જનની વિદ્યાસંકુલ ખાતે બે દિવસીય ‘બાળ અમૃત મહોત્સવ (બાળ પ્રતિભા પર્વ)’ કેમ્પનું ભવ્ય આયોજન

તળાજા: જય જનની વિદ્યાસંકુલ ખાતે બે દિવસીય ‘બાળ અમૃત મહોત્સવ (બાળ પ્રતિભા પર્વ)’ કેમ્પનું ભવ્ય આયોજન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

જય જનની વિદ્યાસંકુલ ખાતે તા. 23 અને 24 નવેમ્બર, 2026ના રોજ બાળકોની આંતરિક પ્રતિભાને ઉજાગર કરવા તથા તેમનામાં રહેલી સર્જનાત્મકતા, રમતગમત અને કલાત્મક કૌશલ્યોને પ્રોત્સાહન આપવા તથા ભારતીય સંસ્કૃતિના સાચા ઇતિહાસનું જ્ઞાન પીરસવા માટે સેમિનાર યોજવામાં આવશે.

જય જનની વિદ્યાસંકુલ ખાતે તા. 23 અને 24 નવેમ્બર, 2026ના રોજ બાળકોની આંતરિક પ્રતિભાને ઉજાગર કરવા તથા તેમનામાં રહેલી સર્જનાત્મકતા, રમતગમત અને કલાત્મક કૌશલ્યોને પ્રોત્સાહન આપવા તથા ભારતીય સંસ્કૃતિના સાચા ઇતિહાસનું જ્ઞાન પીરસવા માટે સેમિનાર યોજવામાં આવશે. જેમના માટે બે દિવસીય ‘બાળ અમૃત મહોત્સવ (બાળ પ્રતિભા પર્વ)’ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ બે દિવસીય કેમ્પમાં તળાજાનું ઘરેણું એવા જાણીતા લોકસાહિત્યકાર શ્રી રમણીકભાઈ ધાંધલ્યા તા. 23/11/2026ના રોજ તથા લોકગાયક શ્રી સંજયભાઈ કંટારિયા તા. 24/11/2026ના રોજ ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડશે.
કેમ્પના પ્રારંભે સવારે સુંદર પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં બંને મહાનુભાવો બાળકોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપશે.

આ કેમ્પ દરમિયાન બાળકો માટે વિવિધ રમતગમતની સ્પર્ધાઓ જેવી કે ખો-ખો, કબડ્ડી, ક્રિકેટ, સંગીત ખુરશી, લીંબુ-ચમચી સહિતની અનેક મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળકોની બૌદ્ધિક અને સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવા માટે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સુલેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનનાર બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે, જેથી બાળકોમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ, સ્પર્ધાત્મક ભાવના અને નવી પ્રતિભા વિકસે.

બાળકો માત્ર ભણતરમાં જ નહીં, પરંતુ રમતગમત, સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરે તેવા ઉમદા હેતુ સાથે જય જનની વિદ્યાસંકુલ દ્વારા આ બાળ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

 બે દિવસીય બાળ પ્રતિભા પર્વ બાળકો માટે આનંદ, ઉત્સાહ, પ્રેરણા અને પ્રતિભા પ્રદર્શનનો યાદગાર અવસર બની રહેશે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)