અમરેલી

સમગ્ર અમરેલી જિલ્લાના નીચાણવાળાવિસ્તારમાં જોખમી રીતે સેલ્ફી લેવા કે,કેમેરા,મોબાઈલથી શુટીંગ પર પ્રતિબંધ

અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા
સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ સમગ્ર અમરેલી
જિલ્લાના જળાશયો, સિંચાઈ યોજનાઓ, નદી, તળાવો, પુલ કે નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ કરીને ન્હાવા કે, તટ,
પાળી પર પહોંચીને જોખમી રીતે સેલ્ફી લેવા કે, કેમેરા, મોબાઈલથી શુટીંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અમરેલી તાલુકો, લાઠી, બાબરા, બગસરા, વડીયા, સાવરકુંડલા, લીલીયા, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ તાલુકાના
જળાશયો, સિંચાઈ યોજનાઓ, નદી, તળાવો, પુલ કે નીચાણવાળા વિસ્તારમાં દર્શાવ્યા મુજબના સેલ્ફી સહિત ન્હાવા પર
પણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે અને તા. ૨૯-૦૮-૨૦૨૬ સુધીના દિવસ
સુધી અમલી રહેશે. જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ હોઠળ કાર્યવાહી કરવામાં
આવશે.

Related Posts