Loading Date... Gold 24K: ₹89,138 | Silver 1kg: ₹105,168 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર; આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અમલી

ભાવનગર જિલ્લામાં શિક્ષણથી વંચિત ૬થી ૧૯ વર્ષનાં બાળકોની ઓળખ માટે વિશેષ સર્વે હાથ ધરાશે

ભાવનગર જિલ્લામાં શિક્ષણથી વંચિત ૬થી ૧૯ વર્ષનાં બાળકોની ઓળખ માટે વિશેષ સર્વે હાથ ધરાશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સમગ્ર શિક્ષા અંતર્ગત ભાવનગર જિલ્લામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાના હેતુથી તા. ૪ ડિસેમ્બરથી૧૦ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન સર્વે હાથ ધરવામાં આવશે.આ સર્વેમાં ૬થી ૧૯ વર્ષની વયજૂથનાં એવા બાળકોની ઓળખ કરવામાં આવશે, જેઓ ક્યારેય શાળામાં પ્રવેશ મેળવ્યો ...

સમગ્ર શિક્ષા અંતર્ગત ભાવનગર જિલ્લામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાના હેતુથી તા. ૪ ડિસેમ્બરથી

૧૦ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન સર્વે હાથ ધરવામાં આવશે.

આ સર્વેમાં ૬થી ૧૯ વર્ષની વયજૂથનાં એવા બાળકોની ઓળખ કરવામાં આવશે, જેઓ ક્યારેય શાળામાં પ્રવેશ મેળવ્યો નથી અથવા અભ્યાસ

અધવચ્ચે છોડી દીધો છે. આ ઉપરાંત દિવ્યાંગ બાળકોનો પણ સર્વેમાં સમાવેશ કરવામાં આવશે.

જિલ્લામાં રેલવે સ્ટેશન, ઝૂંપડપટ્ટી અને સ્લમ વિસ્તારો, પછાત વિસ્તારો, જંગલ વિસ્તાર, બેટ વિસ્તાર, છૂટાછવાયા પહાડી વિસ્તારો, ધાર્મિક

સ્થળો તથા સિનેમા ઘરોની આસપાસના વિસ્તારો સહિત અન્ય સ્થળોએ વસવાટ કરતા શાળા બહારનાં બાળકોની માહિતી એકત્રિત કરવામાં

આવશે.

આવા બાળકો અંગેની માહિતી નજીકની સરકારી પ્રાથમિક શાળા, સી.આર.સી., બી.આર.સી. ભવન અથવા સમગ્ર શિક્ષા જિલ્લા કચેરી,

ભાવનગર ખાતે પહોંચાડવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે તેમ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સમગ્ર શિક્ષા કચેરી, ભાવનગરની

યાદીમાં જણાવાયું છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)