Loading Date... Gold 24K: ₹89,138 | Silver 1kg: ₹105,168 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર; આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અમલી

માંથી આંખ, પિતાથી પાંખ અને ગુરુજીથી શાખ મળે : મોરારિબાપુ

માંથી આંખ, પિતાથી પાંખ અને ગુરુજીથી શાખ મળે : મોરારિબાપુ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

પૂ મોરારિબાપુના વ્યાસાસને માનસ ભારત સ્વસ્તિક યાત્રાની છઠ્ઠા ચરણની કથા આજે મહાપ્રભુજી વલભાચાર્યજીની પ્રાગટ્ય ભૂમિ પર ગવાઈ હતી. આ ભૂમિ પર પૂજ્ય વલભાચાર્યજી મહારાજે સમગ્ર પરંપરાને જીવંત કરવાનો અને આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો તે ભૂમિ પર આ અગાઉ બે કથાઓ નું આયોજન વૈષ્ણવો દ્વારા યોજા...

પૂ મોરારિબાપુના વ્યાસાસને "માનસ ભારત સ્વસ્તિક યાત્રા"ની છઠ્ઠા ચરણની કથા આજે મહાપ્રભુજી વલભાચાર્યજીની પ્રાગટ્ય ભૂમિ પર ગવાઈ હતી. આ ભૂમિ પર પૂજ્ય વલભાચાર્યજી મહારાજે સમગ્ર પરંપરાને જીવંત કરવાનો અને આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો તે ભૂમિ પર આ અગાઉ બે કથાઓ નું આયોજન વૈષ્ણવો દ્વારા યોજાય ચૂક્યું છે. 
 ‌‌ પુ મોરારિબાપુએ આજે કથાના અમૃત વચનોમાં કહ્યું કે આ ભૂમિ પર કથાના ગાન માટેનો અવસર મળ્યો છે તે આનંદનો વિષય છે. એક સમયે આ ભૂમિએ ચંપાનું અરણ્ય હતું. એટલે તેનું નામ ચંપારણને પડ્યું.કદાચ શ્રીમાન મહાપ્રભુજી મહારાજે પણ આ ભૂમિને પસંદ કરી. ચિત્રકૂટમાં પણ વાલ્મિકી રામાયણ થઈ હતી તેથી ત્યાં બેઠકજી છે. શ્રી કૃષ્ણ શરણં મમ તે ચતુર શ્લોકી એવો મંત્ર છે. શ્રીનો અર્થ થાય છે કલ્યાણ. કલ્યાણકારી કૃષ્ણ પણ સ્વસ્તિક છે. શરણાગતિ કલ્યાણકારી હોય છે. માં એ આંખ, પિતાએ પાંખ અને ગુરુએ શાખ આપે છે.
         કથામાં પાવન હાજરી આપવા પધારેલા પુ. દ્વારકેશ લાલજી બાવાએ જણાવ્યું કે આવી યાત્રાઓ સનાતન ધર્મની પંરપરાને વધું મજબૂત કરે છે.રાષ્ટૃ નિર્માણમાં બાપુની આ કથા મહત્વની સાબીત થશે.હુ અહીં છપ્પનભોગ ઉત્સવમાં આવતીકાલે આવનાર હતો પણ આજે આવી ગયો તેનો આનંદ છે.
          કથાના ક્રમમાં આજે રામ લક્ષ્મણનું વિશ્વામિત્ર ના યજ્ઞના રક્ષણ માટેનું ગમન,એ માટે દશરથજીની અનુમતિ શુભ માટે બ્રહ્મની ગતિ,તાડકાનુ નિર્વાણ ભાવવાહી રજુઆત થઈ હતી.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)