Loading Date... Gold 24K: ₹89,138 | Silver 1kg: ₹105,168 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર; આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અમલી

શિહોર-ઘાંઘળી માર્ગ પર રેલ્વે ઓવરબ્રિજના નિર્માણ કાર્યને અનુલક્ષીને તા.૧૯ નવેમ્બર થી ૧૮ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ

શિહોર-ઘાંઘળી માર્ગ પર રેલ્વે ઓવરબ્રિજના નિર્માણ કાર્યને અનુલક્ષીને તા.૧૯ નવેમ્બર થી ૧૮ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વેલાઇનના ફાટક નં.૨૦૫/B પર રેલ્વે ઓવરબ્રીજના કામે તા.૧૯/૧૧/૨૦૨૬ થી તા.૧૮/૧૨/૨૦૨૬ સુધી શિહોરથી ઘાંઘળી તરફ તેમજઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત કરાયેલાં ...

ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે

લાઇનના ફાટક નં.૨૦૫/B પર રેલ્વે ઓવરબ્રીજના કામે તા.૧૯/૧૧/૨૦૨૬ થી તા.૧૮/૧૨/૨૦૨૬ સુધી શિહોરથી ઘાંઘળી તરફ તેમજ

ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત કરાયેલાં ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવા ફરમાવ્યું છે.

આ જાહેરનામાં અનુસાર, માત્ર ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોની અવરજવર માટે:-

(૧) શિહોરથી વાયા શિહોર GIDC થઇ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા વાહન વ્યવહાર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર શિહોર ખાતે

આવેલ દાદાની વાવથી વાયા નેસડા ગામ થઇ વલ્લભીપુર તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.

(૨) વલ્લભીપુર તરફથી વાયા ઘાંઘળી શિહોર GIDC થઇ શિહોર શહેર તરફ આવતા વાહન વ્યવહાર માટે વલ્લભીપુર-ભાવનગર હાઇવે ઉપર

ઘાંઘળીથી વાયા નેસડા ગામ થઇ શિહોર શહેર દાદાની વાવ તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.

મોટા વાહનોની અવર-જવર માટે:-

(૧) શિહોરથી વાયા શિહોર GIDC થઇ ઘાંઘળી-વલ્લભીપર તરફ જતા વાહન વ્યવહાર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર શિહોર ખાતે

આવેલ દાદાની વાવથી રાજપરા (ખોડીયાર) થી નવાગામ (ચીલોડા) થી રંગોલી ચોકડી થઇ ભાવનગર-વલ્લભીપર હાઇવે રોડ ઉપર કરદેજથી

ઉંડવીથી નેસડાથી ઘાંઘળી તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.

(૨) વલ્લભીપર તરફથી વાયા ઘાંઘળી શિહોર GIDC થઇ શિહોર શહેર તરફ આવતા વાહન વ્યવહાર માટે વલ્લભીપર-ભાવનગર હાઇવે ઉપર

ઘાંઘળીથી નેસડાથી ઉંડવીથી કરદેજથી રંગોલી ચોકડી થઇ ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર નવાગામ(ચીલોડા) થી રાજપરા (ખોડીયાર) થી

શિહોર શહેર દાદાની વાવ તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે.

"જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર

રહેશે."

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)