આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર; આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અમલી...
➡️ પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં ₹438.27 કરોડના ખર્ચે 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને સહાય
➡️ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં ₹420.28 કરોડના ખર્ચે 32,226 આદિજાતિ વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી
➡️ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે રાજ્ય સરકાર દ્વારા આવકમર્યાદા ₹2.50 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવી
➡️ રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજનાઓ માટે અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે મેળવવામાં આવે છે; ચકાસણી અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સહાયની રકમ સીધી લાભાર્થીના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવે છે