ધારી તાલુકાના સરખા ગરમલી ગામે ધાર્મિક માહોલ વચ્ચે શ્રીમદ ભાગવત કથા યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક આયોજનમાં કથાવક્તા ભાવેશદાદા દ્વારા શ્રદ્ધાળુ ભક્તોને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. કથાના પાવન પ્રસંગે ગાયત્રી સંસ્કારધામના પૂજ્ય સંતશ્રી રતીદાદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વિવિધ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કથાના શ્રવણ માટે સરખા ગરમલી ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો, સંતો-મહંતો અને ધર્મપ્રેમી લોકો ઉમટી રહ્યા છે. કથાના અમૃતમય વચનોથી સમગ્ર ગામમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
આ સમગ્ર શ્રીમદ ભાગવત કથા યજ્ઞનું આયોજન પૂજ્ય ભીખારામ બાપુ દ્વારા કરવામાં આવ્યું છે. ધાર્મિક ભાવના અને ભક્તિભાવ સાથે યોજાઈ રહેલા આ કથા યજ્ઞને સફળ બનાવવા આયોજકો તથા ગ્રામજનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે