Loading Date... Gold 24K: ₹89,877 | Silver 1kg: ₹106,041 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
મોટા ચારોડીયાના 'વિજ્ઞાન ભવન'માં દાદા-પૌત્રની અનોખી પહેલ: ૮,૦૦૦થી વધુ દેશ-વિદેશના મેચબોક્સનો અદભુત સંગ્રહ

શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમાન ​શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવ સંપન્ન.

શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમાન ​શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવ સંપન્ન.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા ખાતે ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના પવિત્ર વારસાને ઉજાગર કરતા ભવ્ય અન્નકૂટ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા ખાતે ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના પવિત્ર વારસાને ઉજાગર કરતા ભવ્ય અન્નકૂટ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુરુકુળમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ સમક્ષ આ મહોત્સવ યોજાયો હતો.

​આ પ્રસંગે ગુરુકુળના વડા પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભગવતપ્રસાદદાસજી તથા મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય સ્વામી અક્ષરમુક્તદાસજીની પાવન ઉપસ્થિતિ રહી હતી. ભગવાન સમક્ષ વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ, ફળો અને સ્વાદિષ્ટ વ્યંજનો સહિતની અસંખ્ય વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. રંગબેરંગી વાનગીઓથી સુશોભિત આ અન્નકૂટ દર્શનનો લાભ સંતો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા હરિભક્તોએ લીધો હતો, જેનાથી સમગ્ર ગુરુકુળ પરિસર ભક્તિ અને આનંદના માહોલથી ગુંજી ઊઠ્યો હતો.

​આ પ્રસંગે ઉપસ્થિત સંતોએ અન્નકૂટ મહોત્સવનું આધ્યાત્મિક મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, જીવનમાં ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા, અન્નનો આદર અને સેવાભાવ જેવા ગુણોનું વિશેષ મહત્ત્વ છે. અન્નકૂટ માત્ર વાનગીઓનો ઉત્સવ નથી, પરંતુ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણની અભિવ્યક્તિ છે. ગુરુકુળ દ્વારા આધુનિક શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવા માટે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવે છે. સૌના સહયોગ અને ઉત્સાહથી આ ભવ્ય મહોત્સવ હર્ષોલ્લાસભેર સંપન્ન થયો હતો.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)