રઘુવંશી સંત શિરોમણિ પ.પૂ. શ્રી જલારામબાપાની ૨૨૭મી જન્મજયંતી (પ્રાગટ્ય દિન) નિમિત્તે સાવરકુંડલા ખાતે તા. ૧૬-૧૧-૨૦૨૫, સોમવાર (સંવત ૨૦૮૩ કારતક સુદ ૭)ના રોજ શ્રી જલારામ સત્સંગ મંડળ અને શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ સાવરકુંડલા તેમજ સંલગ્ન સંસ્થાઓ દ્વારા ધર્મમય અને શ્રદ્ધાભેર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર અવસરે સાવરકુંડલાના આંગણે અનેક ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજાશે.
મહોત્સવના પ્રારંભે શ્રી જલારામ મંદિરે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને ઉત્સવના મણકાઓ યોજાશે જેમાં
સવારે ૦૫:૩૦ કલાકે: મંગળા આરતી
સવારે ૦૭:૦૦ કલાકે: પૂજન - અર્ચન
સવારે ૦૮:૦૦ કલાકે: ધ્વજા - રોહણ
સવારે ૦૯:૦૦ કલાકે: ભવ્ય શોભાયાત્રા
બપોરે ૧૨:૨૦ કલાકે: રાજભોગ આરતી
સંત ભોજન બપોરે ૧-૦૦ વાગ્યે જયારે સમસ્ત રઘુવંશી સમાજ માટે સમૂહ ભોજન પ્રસાદ
બપોરે ૧૨:૩૦ કલાકે (શ્રી લોહાણા મહાજ્ઞ વાડી, નદી કાંઠે): જ્યારે જલારામ મંદિર ખાતે
સાંજે ૦૫:૦૦ થી ૦૮:૦૦ કલાકે: અન્નકૂટ દર્શન
સાંજે ૦૬:૩૦ કલાકે: સાયં આરતી
સાંજે ૦૭:૩૦ કલાકે (શ્રી લોહાણા મહાજન વાડી, નદી કાંઠે): રાત્રિ ભોજન પ્રસાદ
રાત્રે ૧૦:૦૦ કલાકે: સંતવાણી જલારામ મંદિર ખાતે યોજાશે જેમાં
આ ભવ્ય મહોત્સવમાં અન્નકૂટ, શોભાયાત્રા અને ભોજન પ્રસાદના અનુદાતાશ્રીઓ તેમજ મનોરથીઓનો વિશેષ સહયોગ સાંપડ્યો છે: જેમાં
બપોરના ભોજન પ્રસાદના મુખ્ય મનોરથી:
શ્રી કિશોરભાઈ નાનાલાલભાઈ ગઢીયા (માધવ ઇન્ડસ્ટ્રીઝ) હસ્તે: દિપુભાઈ તથા લાલાભાઈ ગઢીયા પરિવાર.
રાત્રીના ભોજન પ્રસાદના મનોરથીઓ:
ગૌ.વા. બાબુલાલ જીવનલાલ કુંડલીયા
ગૌ.વા. મનહરલાલ બાબુલાલ કુંડલીયા
શ્રી ગીરીશભાઈ બાબુલાલ કુંડલીયા
શ્રી હરેશભાઈ બાબુલાલ કુંડલીયા
શ્રી હિરેનભાઈ ગીરીશભાઈ કુંડલીયા
શ્રી ચિરાગભાઈ ગીરીશભાઈ કુંડલીયા
ગૌ.વા. કાંતાબેન બાબુલાલ કુંડલીયા
ગૌ.વા. ઉર્મિલાબેન મનહરલાલ કુંડલીયા
ગૌ.વા. ગીતાબેન ગીરીશભાઈ કુંડલીયા
અ.સૌ. સ્નેહાબેન હરેશભાઈ કુંડલીયા
અ.સૌ. રીંકલબેન હિરેનભાઈ કુંડલીયા
અ.સૌ. મેધનાબેન ચિરાગભાઈ કુંડલીયા
અ.સૌ. નિધીબેન જયકુમાર સેજપાલ
ગં.સ્વ. પ્રવિણાબેન ચંદુભાઈ ગાદેશા
અ.સૌ. ચારુબેન જગદીશકુમાર આડા
અ.સૌ. હીનાબેન વિરાગકુમાર સુચક
વિશેષ ઉપસ્થિત/પરિવારજનો: મંત્ર, આરવ, નીત્યા, ખનક, પ્રાંશુ, કાવ્યા, આરના, સ્વરા, વિહાના કુંડલીયા પરિવાર.
સંત ભોજન પ્રસાદ, અન્નકૂટ અને શોભાયાત્રા પ્રસાદના અનુદાતાશ્રીઓ:
ગૌ.વા. કાંતાબેન બાબુલાલ કુંડલીયા (હસ્તે: શ્રી હરેશભાઈ કુંડલીયા)
ગૌ.વા. કાંતિલાલ કેશવજીભાઈ મશરૂ (હસ્તે: શ્રી ભીખુભાઈ મશરૂ)
ગૌ.વા. અમૃતલાલ પોપટલાલ માનસેતા તથા ગૌ.વા. હરીબેન અમૃતલાલ માનસેતા (શ્રીરામ વાસણ ભંડાર)
ગૌ.વા. જયશ્રીબેન અરવિંદભાઈ મજીઠીયા (હસ્તે: શ્રી અલ્પેશભાઈ મજીઠીયા)
ગૌ.વા. નંદલાલભાઈ ગિરધરભાઈ માધવાણી (હસ્તે: શ્રી ભરતભાઈ માધવાણી - અમદાવાદ)
શ્રી હસમુખભાઈ ડી. માખેચા (સાબુવાળા) (હસ્તે: કેતન માખેચા, અજય માખેચા)
સાવરકુંડલા શહેરના સર્વે રઘુવંશી પરિવારો તથા શ્રદ્ધાળુ ભાઈ-બહેનોએ આ મહોત્સવમાં સહકુટુંબ પધારી મહાપ્રસાદ અને ધાર્મિક લાભ લેવા શ્રી જલારામ સત્સંગ મંડળ, સાવરકુંડલા લોહાણ મહાજન તથા સંલગ્ન સંસ્થાઓ દ્વારા નમ્ર આહ્વાન કરવામાં આવ્યું છે.