Loading Date... Gold 24K: ₹88,625 | Silver 1kg: ₹104,564 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના 3 દિવસીય પ્રવાસે; કવાંટ ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું

રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) ૨૦૨૬–૨૭માં ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ: મહીસાગરની ટીમ પશ્ચિમ ઝોનમાં દ્વિતીય સ્થાને વિજેતા*

રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) ૨૦૨૬–૨૭માં ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ: મહીસાગરની ટીમ પશ્ચિમ ઝોનમાં દ્વિતીય સ્થાને વિજેતા*
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

 *મહીસાગરની ટીમ હવે રાષ્ટ્રીય કક્ષાએ કોલકાતામાં યોજાનારી ગ્રાન્ડ ફિનાલેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે**રાજ્યનાં વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધા માટે ટીમને શુભેચ્છા પાઠવી હતી.**ગ...


 *મહીસાગરની ટીમ હવે રાષ્ટ્રીય કક્ષાએ કોલકાતામાં યોજાનારી ગ્રાન્ડ ફિનાલેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે*

*રાજ્યનાં વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધા માટે ટીમને શુભેચ્છા પાઠવી હતી.*

*ગાંધીનગર:* ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, તર્કશક્તિ અને સર્જનાત્મકતા કેળવવાના ઉમદા આશયથી ‘રાજ્યકક્ષા વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) ૨૦૨૬–૨૭’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM) સાથે સંકલિત આ મહોત્સવમાં ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ નેહરુ સાયન્સ સેન્ટર, મુંબઈ ખાતે યોજાયેલી પશ્ચિમ ઝોનલ સાયન્સ ડ્રામા સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં મહીસાગરની ટીમે સમગ્ર પશ્ચિમ ઝોનમાં દ્વિતીય (બીજું) સ્થાન હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ વિજય સાથે જ ગુજરાતની ટીમે હવે આગામી તારીખ ૬ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ સાયન્સ સિટી, કોલકાતા ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2026-27 ગ્રાન્ડ ફિનાલેમાં પ્રવેશ મેળવી લીધો છે.

રાજ્યનાં વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધા માટે ટીમને શુભેચ્છા પાઠવી હતી.


વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે નાટકો એ સૌથી સક્ષમ માધ્યમ છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન નાટકો અંગે રસ કેળવાય અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન નાટકોમાં ભાગ લઈને અને ગુજરાતમાં વિજ્ઞાન નાટકોની ઇકોસિસ્ટમ વિકસે એ આશયથી ગુજકોસ્ટ દ્વારા નવા અભિગમ સાથે આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન તારીખ ૨૩ સપ્ટેમ્બર થી ૦૩ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં લોક વિજ્ઞાન કેન્દ્રો (CSC) ના માધ્યમથી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ દ્વારા ‘વિજ્ઞાન અને સમાજ’ (Science & Society) વિષય પર કુલ ૩૨૬ જેટલા નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવેલી ટીમના વિદ્યાર્થીઓને નાટ્યલેખન, વૈજ્ઞાનિક તથ્યોની સચોટ રજૂઆત, અભિનય અને સ્ટેજ પ્રેઝન્ટેશન અંગે ઊંડાણપૂર્વક તાલીમ આપવા માટે ગુજકોસ્ટ દ્વારા નિયુક્ત કરાયેલ મેન્ટર સતત માર્ગદર્શન અને તમામ જરૂરી સહયોગ કરવામા આવ્યો હતો. ગુજરાતના તમામ જિલ્લામાંથી 31ટીમોને રાજ્ય કક્ષા ની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી હતી.

ત્યારબાદ, તારીખ ૧૪ અને ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં બે દિવસીય રાજ્યકક્ષા વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) ૨૦૨૬–૨૭ નુ આયોજન કરવામાં આવ્યું હતુ.

રાજ્યકક્ષા વિજ્ઞાન નાટ્ય મહોત્સવ મા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કલા અને રંગભૂમિ ક્ષેત્રના અગ્રણીઓ પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી, શ્રી સંજય ગોરડિયા, શ્રી વિરલ રાચ્છ અને શ્રી ભરત યાજ્ઞિક વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. આ સ્પર્ધામાં મહીસાગર જિલ્લાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ ના વિદ્યાર્થીઓએ તેમના નાટક ‘આધુનિક યુગની અંધશ્રદ્ધા’ દ્વારા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજ્ય વિજેતા બનવાનું બહુમાન મેળવ્યું હતું.  રાજ્ય કક્ષાએ પ્રથમ વિજેતા બનેલી મહીસાગરની આ ટીમને પશ્ચિમ ઝોનલ સ્પર્ધા માટે સજ્જ કરવા ગુજકોસ્ટ (GUJCOST) દ્વારા વિશેષ મેન્ટરશિપ અને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ગુજકોસ્ટ દ્વારા નિયુક્ત કરાયેલ મેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને નાટ્યલેખન, વૈજ્ઞાનિક તથ્યોની સચોટ રજૂઆત, અભિનય અને સ્ટેજ પ્રેઝન્ટેશન અંગે ઊંડાણપૂર્વક તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સઘન તૈયારીના પરિણામે, તારીખ ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ નેહરુ સાયન્સ સેન્ટર, મુંબઈ ખાતે યોજાયેલી પશ્ચિમ ઝોનલ સાયન્સ ડ્રામા સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં મહીસાગરની ટીમે સમગ્ર પશ્ચિમ ઝોનમાં દ્વિતીય (બીજું) સ્થાન હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ વિજય સાથે જ ગુજરાતની ટીમે હવે આગામી તારીખ ૬ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ સાયન્સ સિટી, કોલકાતા ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2026-27 ગ્રાન્ડ ફિનાલેમાં પ્રવેશ મેળવી લીધો છે. રાષ્ટ્રીય સ્તરની આ અંતિમ સ્પર્ધા માટે પણ ગુજકોસ્ટ અને ગુજકોસ્ટ ટીમ દ્વારા નિયુક્ત કરાયેલ મેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને તમામ જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવશે.


રાજ્યના વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગના સચિવશ્રી પી. ભારતી (IAS) ના વડપણ હેઠળ અને ગુજકોસ્ટના ડિરેક્ટર જનરલ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા (IAS) ના નેતૃત્વમાં ગુજકોસ્ટ રાજ્યના ખૂણેખૂણાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે જોડવા માટે સતત કાર્યરત છે.

ગુજકોસ્ટ માત્ર સ્પર્ધાઓનું આયોજન કરવા પૂરતું મર્યાદિત ન રહેતા, જિલ્લા સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી દરેક વિદ્યાર્થીને સમાન તક, યોગ્ય પ્લેટફોર્મ, નિષ્ણાતોનું માર્ગદર્શન (મેન્ટરશિપ) અને પ્રોત્સાહક પુરસ્કારો પૂરા પાડીને તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. રંગભૂમિ જેવા લોકભોગ્ય માધ્યમ દ્વારા સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વિક્સાવવા અંધશ્રદ્ધા દૂર કરવા અને નવી પેઢીમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે વિજ્ઞાન પ્રત્યે રુચી કેળવવા માટે ગુજકોસ્ટની આ પહેલ સમગ્ર રાજ્ય માટે પ્રેરણા રૂપ બની રહી છે.
***

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)