Loading Date... Gold 24K: ₹88,625 | Silver 1kg: ₹104,564 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના 3 દિવસીય પ્રવાસે; કવાંટ ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું

ગૌધામ કોટિયા ખાતે પ્રખ્યાત નાગર શૈલીમાં ગુરુમુર્તિ મંદિરનું નિર્માણ થશે

ગૌધામ કોટિયા ખાતે પ્રખ્યાત નાગર શૈલીમાં ગુરુમુર્તિ મંદિરનું નિર્માણ થશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

જંગલમાં મંગલ સમાન પ્રાકૃતિક ધામ , ગૌધામ કોટિયા,ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે નૂતન મંદિરનો શીલા પૂજન સાથે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.તળાજા અને મહુવા તાલુકાની સરહદ વચ્ચે આવેલા ગૌ ધામ કોટિયા કુંઢડા ગામ ખાતે બ્રહ્મલીન ગુરુ મહારાજ મોહનગીરીબાપુના સમાધિસ્થાન ખાતે આ વિશાળ મંદિર સાથે ગુ...

જંગલમાં મંગલ સમાન પ્રાકૃતિક ધામ , ગૌધામ કોટિયા,ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે નૂતન મંદિરનો શીલા પૂજન સાથે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
તળાજા અને મહુવા તાલુકાની સરહદ વચ્ચે આવેલા ગૌ ધામ કોટિયા કુંઢડા ગામ ખાતે બ્રહ્મલીન ગુરુ મહારાજ મોહનગીરીબાપુના સમાધિસ્થાન ખાતે આ વિશાળ મંદિર સાથે ગુરુ મૂર્તિ મંદિર તેમજ ગુરુદત્તાત્રે મંદિર સાથે યજ્ઞ મંદિર (ધુણા મંદિર) નિર્માણ થશે .
10,000 ઘનફુટ ભરતપુર બયાનાના બંસી પહાડપૂરના ગુલાબી પથ્થરથી આકર્ષક અને વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલી પ્રખ્યાત નાગર શૈલીમાં આ મંદિર નિર્માણ પામશે.
33×30 ફૂટ પહોળાઈ અને 33 ફૂટ ઊંચાઈ સાથેના આ દિવ્ય દેવાલયના શીલા પૂજન અને શિલાન્યાસ વિધિ ગૌ ધામ કોટિયાના મહંત અને જૂનાગઢ થાણાવતી સંત પૂ લહેરગીરી બાપુ સહિત સેવક સમુદાય  દ્વારા વિદ્વાન ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઈ હતી.
અત્યારે ઉલ્લેખનનય છે કે બ્રહ્મલીંન સંત પૂ..મોહનપુરી બાપુના સમાધિસ્થાન અને ડુંગરની પ્રાકૃતિક ગોદમાં આવેલા ગૌ ધામ ખાતે પૂ.લહેરગીરીબાપુ દ્વારા ગૌશાળા ચલાવીને ગાયોની ઉત્તમ સેવા થઈ રહી છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)