પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગાર રમતા ઇસમોને પકડવા ખાસ ઝુંબેશ/ડ્રાઇવ રાખવા સુચના આપેલ હોય, જે અન્વયે સંજય ખરાત (અમરેલી પોલીસ અધિક્ષક)દ્વારા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે પી.આર.રાઠોડ -નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા ડીવીઝન નાઓના સીધા સુપરવીઝન અને જરૂરી માર્ગદર્શન હેઠળ પી.એલ.ચૌધરી પો.ઇન્સ. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન નાઓની રાહદારી હેઠળ સાવરકુંડલા રૂરલ સર્વેલન્સ ટીમ મળેલ બાતમી હકિકત આધારે સાવરકુંડલા, જેસર રોડ, રાધે ગાર્ડનની સામે ભીખાભાઇ બચુભાઇ જયાણીની વાડીના શેઢા પાસે જાહેરમાં ગંજી પત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ.
પકડાયેલ ઇસમો ઃ
(1) ભીમાભાઇ ભરતભાઇ કોલાદરા ઉ.વ.30 ધંધો.ખેતમજુરી રહે. સાવરકુંડલા
(2) ભાવેશભાઇ મગનભાઇ કુડેચા ઉ.વ. 32 ધંધો.ડ્રાઇવીંગ રહે. સાવરકુંડલા
(3) વિશાલભાઇ વિઠ્ઠલભાઇ જીંજુવાડીયા ઉ.વ. 27 ધંધો.ડ્રાઇવીંગ રહે. સાવરકુંડલા
(4) અજયભાઇ ભનુભાઇ પાટડીયા ઉ.વ. 2પ ધંધો.ડ્રાઇવીંગ રહે. સાવરકુંડલા
(5) વિજયભાઇ પ્રભુભાઇ શિયાળ ઉ.વ. 33 ધંધો મજુરી રહે. સાવરકુંડલા
(6) નીતીનભાઇ જયેશભાઇ બાંભણીયા ઉ.વ. 31 ધંધો. હીરા ઘસવાનો રહે. સાવરકુંડલા
(7) વિપુલભાઇ ભગવાનભાઇ ઇટોલીયા ઉ.વ.45 ધંધો.મજુરી રહે. સાવરકુંડલા
પકડાયેલ મુદામાલ- રોકડા રૂપિયા તથા ગંજીપતાના પાના કુલ-પર મળી કુલ કિ.રૂ. 12,250/- નો મુદામાલ.
આ કામગીરી પી.એલ.ચૌધરી પોલીસ ઇન્સપેકટર સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. હિંગરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ, હેડકોન્સ. રાજદિપસિંહ જોરૂભા સરવૈયા, હેડ.કોન્સ. હિરેનભાઇ પ્રવીણભાઇ વેગડા તથા હેડ કોન્સ શક્તિસિંહ સહદેવસિહ વાઘેલા દ્વારા કરવામા આવેલ છે.