મર્યાદા બતાવનારે પણ મર્યાદા પાળવી જોઈએ
કાયદો વ્યક્તિની ઓળખ, હોદ્દો કે લોકપ્રિયતા જોઈને નહીં, પરંતુ નિયમો અને પુરાવાના આધારે ચાલવો જોઈએ : VIP સંસ્કૃતિ સામે ગંભીર સવાલો
દ્વારકાધીશ મંદિર તાજેતર મા ચર્ચા નો વિષય બન્યું છે સોશયલ મીડિયા મા ભારે વાયરલ થતી પોષ્ટ સેલિબ્રિટી ઓ શાહુકાર હશે? બીજા બધા ચોર હશે? ભગવાન ના મંદિર મા પણ આવો ભેદભાવ કેમ? દ્વારકા જેવી ધાર્મિક અને ઐતિહાસિક નગરીમાં કાયદો અને વ્યવસ્થાના અમલ અંગે એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે અહીં કાયદો સૌ માટે સમાન છે કે પછી વ્યક્તિના હોદ્દા, પ્રભાવ અને ઓળખ પ્રમાણે તેના અમલના માપદંડ બદલાય છે? સામાન્ય નાગરિક નિયમનો ભંગ કરે તો પોલીસ કાર્યવાહી અને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડે, પરંતુ કોઈ સેલિબ્રિટી, કલાકાર, કથાકાર, રાજનેતા કે ઉદ્યોગપતિનો મામલો આવે ત્યારે વ્યવસ્થાનો અભિગમ અલગ દેખાય તો સ્વાભાવિક રીતે જનમાનસમાં સવાલો ઊભા થાય છે. એક માટે કાયદાની કડકાઈ અને બીજા માટે વિશેષ વ્યવસ્થા તથા કેમેરા સામે આવકાર – આ બેવડા માપદંડની લાગણી લોકશાહી વ્યવસ્થાની વિશ્વસનીયતા માટે યોગ્ય નથી.પ્રધાનમંત્રી કેન્દ્રીય ગૃહ મંત્રી રાજ્ય ના કૃષિમંત્રી મુખ્યમંત્રી કથાકારો કલાકારો સામે લટ્ટુ થતા પ્રશાશનિક વ્યવસ્થા તંત્ર ને પ્રશ્ન કોઈ વ્યક્તિના સન્માન કે આગમનનો વિરોધ કરવાનો નથી. પ્રશ્ન એ છે કે સન્માનના નામે નિયમોમાં અપવાદ કેમ અને કોના અધિકારથી? જો કોઈ વિશેષ પરવાનગી કે VIP વ્યવસ્થા હોય તો તેનો કાયદાકીય આધાર, અધિકૃત મંજૂરી અને પારદર્શક માપદંડ જાહેર થવા જોઈએ. વ્યવસ્થા વ્યક્તિની લોકપ્રિયતા જોઈને નહીં, પરંતુ નિયમોની મર્યાદામાં રહીને ચાલવી જોઈએ.ભારતના બંધારણનો અનુચ્છેદ 14 દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપવાનો સિદ્ધાંત સ્થાપિત કરે છે. વડાપ્રધાન હોય, મંત્રી હોય, ધારાસભ્ય હોય, કલાકાર હોય, કથાકાર હોય કે સામાન્ય નાગરિક હોય – કાયદાની પ્રક્રિયા કોઈની ઓળખથી ઉપર હોવી જોઈએ. વિદેશોમાં પણ ઉચ્ચ હોદ્દા પર રહેલી વ્યક્તિઓને જાહેર જવાબદારી અને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડે છે.દ્વારકાના જવાબદાર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સ્પષ્ટતા કરવી જોઈએ કે VIP વ્યવસ્થાઓ માટે કયા નિયમો લાગુ પડે છે? શું સામાન્ય નાગરિકને પણ સમાન પરિસ્થિતિમાં આવી જ છૂટછાટ મળી શકે? જો નહીં, તો આ ભેદભાવ પાછળનું કારણ શું છે?નિયમો બનાવનારા અને નિયમોનો અમલ કરાવનારા તંત્રએ યાદ રાખવું જોઈએ કે કાયદાની પ્રતિષ્ઠા વિશેષ વ્યક્તિઓને ખુશ કરવામાં નહીં, પરંતુ દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કરવામાં છે.દ્વારકા કોઈની ખાનગી જાગીર નથી અને કાયદો કોઈ VIP મેમ્બરશિપ કાર્ડથી ચાલતો નથી. અહીં શ્રદ્ધા પણ સૌની છે, નગરી પણ સૌની છે અને કાયદો પણ સૌ માટે એકસરખો હોવો જોઈએ.સવાલ સીધો છે: દ્વારકામાં કાયદો બધાને સરખો છે કે પછી હોદ્દા અને ઓળખ પ્રમાણે અલગ-અલગ છે?નિયત સાફ રાખવી, નિયમોનું પાલન કરવું અને નિષ્પક્ષ વહીવટ કરવો – એ જ સાચી શિસ્ત અને લોકશાહીની ઓળખ છે.સવાલો ઉભા થતા નિયમો નીતિ બદલનાર માટે ધોડા સાથે અશ્વાર ની પણ ઘટે ફોટો સેશન કરાવતા મહાપુરુષો એ પણ સામાજિક બાબતો નું આચરણ કરવું જોઈએ કારણ કે મહાપુરુષો નું આચરણ નિયમ નીતિ બનતી હોય છે