અમરેલી: નૂતન વર્ષના પાવન અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત અમરેલી વિધાનસભા ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા અને સૌને નૂતન વર્ષના શુભકામના સંદેશ સાથે સંબોધિત કર્યા હતા. તેમના પ્રેરણાદાયી સંબોધનથી ઉપસ્થિત કાર્યકરોમાં નવી ઊર્જા, ઉત્સાહ અને જનસેવા માટેનો સંકલ્પ વધુ મજબૂત બન્યો હતો.
અમરેલી વિધાનસભા ખાતે યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં પક્ષના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને સંગઠનની એકતા, સામાજિક સમરસતા તથા રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
નૂતન વર્ષના આ સ્નેહમિલન કાર્યક્રમ દ્વારા કાર્યકરો અને આગેવાનો વચ્ચે આત્મીયતા તથા પરસ્પર સંવાદનું સુંદર વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભેર સંપન્ન થયો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી વિધાનસભા ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
અમરેલી: નૂતન વર્ષના પાવન અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત અમરેલી વિધાનસભા ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વર્ચ્યુઅલ માધ્યમ...
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: