Loading Date... Gold 24K: ₹88,643 | Silver 1kg: ₹104,585 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી વિધાનસભા ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

શિક્ષકત્વના વિકાસમાં શિક્ષકની ભૂમિકા વિષય પર ડૉ. નાનકભાઈ ભટ્ટ સાથે વિચારવિમર્શ

શિક્ષકત્વના વિકાસમાં શિક્ષકની ભૂમિકા વિષય પર ડૉ. નાનકભાઈ ભટ્ટ સાથે વિચારવિમર્શ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર ખાતે દિવાળી સત્રના પ્રારંભે સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના 450થી વધુ શિક્ષકો સાથે શિક્ષકત્વના વિકાસમાં શિક્ષકની ભૂમિકા વિષય પર ડૉ.

ભાવનગર ખાતે દિવાળી સત્રના પ્રારંભે સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના 450થી વધુ શિક્ષકો સાથે ‘શિક્ષકત્વના વિકાસમાં શિક્ષકની ભૂમિકા’ વિષય પર ડૉ. નાનકભાઈ ભટ્ટ દ્વારા વિચારવિમર્શ યોજાયો હતો.
નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે શરૂ થયેલી આ વિચારગોષ્ઠિમાં શિક્ષકોની ભૂમિકાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે શિક્ષકો નવી પેઢી સાથે જ્ઞાનની આપ-લે કરવાની પ્રક્રિયા ઉપરાંત બાળકોની રેમ મેમરી સાથે પણ કાર્ય કરી રહ્યા છે, તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વિશેષમાં, ગાંધીજીના ‘હિન્દ સ્વરાજ’માં નિરૂપાયેલી વિચારધારા અનુસાર નવી પેઢી જવાબદાર, સ્વાવલંબી અને કાર્યશીલ બને તે માટે શિક્ષકો જે પ્રયત્નો કરી રહ્યા છે તેની સરાહના કરવામાં આવી હતી.શિક્ષકો પોતાના કાર્યનો આનંદ માણતા રહે, કાર્યની સાથે સ્વસ્થ અને પ્રસન્ન જીવન જીવે તેવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શિક્ષણવિદ્ ડૉ. જીવરાજભાઈ માયાણીએ ઉપસ્થિત સૌ શિક્ષકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)