તળાજાના આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર ભારદ્વાજબાપુની ભાગવતકથાનો તળાજામાં શિવાજીનગર ખાતે યોજાઈ હતી
કથા શ્રવણનો સમય બપોરે ૩.૦૦ થી ૬.૩૦ સુધીનો હતો . ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ હતું. કથા પ્રારંભ જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામી દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ થયો .
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાની વિશેષ ઉપસ્થિતિમાં સમાપન કરવામાં થયું હતું.
કથા દરમિયાન નરસિંહ અવતાર, કૃષ્ણજન્મ, ગોવર્ધન મહોત્સવ, રુકમણી વિવાહ, સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ ઈત્યાદિ પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કથા દરમિયાન રોજ કથામંડપમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ કથાનું પ્રસારણ સેટેલાઈટ પ્રસારણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં તળાજામાં પહેલીવાર યોજાઈ રહેલી ભાગવતકથામાં શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મોટી સંખ્યામાં હાજર રહી બાપુનું સન્માન કરવા આવી હતી.
Dysp એમ.બી. નકુમ સાહેબ પધાર્યા હતા અને કહ્યું હતું કે બાપુ કથાની સાથે લોકોની સેવા કરે છે એ ખૂબ સારી વાત છે સાથે નાગરિક બેંક તળાજા ના ચેરમેન જીતેન્દ્રસિંહ રાણા, વેપારી અગ્રણી સંજયભાઈ મોદી કેળવણી મંડળ ના પ્રમુખ ચેતનસિંહ વાળા, વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
સુરત વેપારી અગ્રણી આશિષભાઈ રાઠોડ,
કેતનભાઇ ત્રિવેદી આમુભાઈ ભાદરકા
જગનભાઈ મહેતા, અજયભાઈ બારૈયા ડાયમંડ એસોસિયેશન પ્રમુખ, તળાજા તથા મહુવા પંકજભાઈ પુરૂષોત્તમભાઈ રાઠોડ જીવદયા ગ્રુપ ના પ્રમુખ હરદીપસિંહ વાળા, નાગરિક બેંકના ડિરેક્ટર મયુરસિંહ વાળા, મહેન્દ્રસિંહ સરવૈયા
વગેરે સામાજિક અગ્રણી આવ્યા હતા.