Loading Date... Gold 24K: ₹89,563 | Silver 1kg: ₹105,670 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ની બેંકોની જાહેર રજાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતીની તારીખ અંગે સુધારો જાહેર

વૈશ્વિક સંગીત જગતના સ્ટાર દિલજીત દોસાંઝે ગીરની મુલાકાત લઈ એશિયાટિક સિંહની સફારીનો આનંદ માણ્યો

Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

વૈશ્વિક સંગીત જગતના લોકપ્રિય કલાકાર દિલજીત દોસાંઝ હાલમાં ગુજરાતની મુલાકાતે છે અને તેમણે આજે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ સિંહ સફારીનો આનંદ માણ્યો હતો.

વૈશ્વિક સંગીત જગતના લોકપ્રિય કલાકાર દિલજીત દોસાંઝ હાલમાં ગુજરાતની મુલાકાતે છે અને તેમણે આજે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ સિંહ સફારીનો આનંદ માણ્યો હતો. ગીરના જંગલમાં ભવ્ય એશિયાટિક સિંહ તેમજ ગુજરાતની સમૃદ્ધ કુદરતી અને વન્યજીવનની વિરાસતથી દિલજીત દોસાંઝ અભિભૂત થયા હતા. તેઓ ગુજરાતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર આગામી કોન્સર્ટ માટે આવ્યા છે. દિલજીતની ગીર મુલાકાત મનોરંજન અને પ્રવાસનના વધતા સંગમને ઉજાગર કરે છે. 


ગુજરાતમાં કોન્સર્ટ ટૂરિઝમ પ્રવાસનના નવા અને મહત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યું છે, જે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓને આકર્ષવાની સાથે હોટેલ, રેસ્ટોરન્ટ, પરિવહન, સ્થાનિક વ્યવસાય અને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ હિતધારકો માટે આર્થિક તકો ઊભી કરી શકે છે. વિશાળ સ્તરના કોન્સર્ટ સાથે ગીરનું વન્યજીવન, ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિવિધ પ્રવાસન સ્થળોને જોડવાથી અમદાવાદ અને ગુજરાતનું ડેસ્ટિનેશન બ્રાન્ડિંગ વધુ મજબૂત બનશે અને રાજ્યને કોન્સર્ટ, ઇવેન્ટ તથા એક્સપિરિએન્શિયલ ટૂરિઝમ માટે એક આકર્ષક સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવામાં મદદ મળશે.


મોટા પાયે યોજાતા કોન્સર્ટ ગુજરાતના પ્રવાસનને પરંપરાગત પ્રવાસન અનુભવોથી આગળ લઈ જવાની, પ્રવાસીઓની સંખ્યા વધારવાની, સ્થાનિક આર્થિક પ્રવૃત્તિને વેગ આપવાની અને ગુજરાતના બ્રાન્ડને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનાવવાની નોંધપાત્ર તક પૂરી પાડશે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)