Loading Date... Gold 24K: ₹89,563 | Silver 1kg: ₹105,670 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ભાવનગર જિલ્લામાં યોગાસન સ્પર્ધાનું આયોજન, રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે

અન્યો માટેનો કલ્યાણભાવ પણ ભજન છે: મોરારિબાપુ

અન્યો માટેનો કલ્યાણભાવ પણ ભજન છે: મોરારિબાપુ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

પૂ. મોરારિબાપુના વ્યાસાસને કથાની પદ્ધતિઓના જે રીતે સાથિયા રચાયા છે.

પૂ. મોરારિબાપુના વ્યાસાસને કથાની પદ્ધતિઓના જે રીતે સાથિયા રચાયા છે. તેમાં ઘણાં સમય પહેલા બાપુએ પોતાનો ભાવ વ્યક્ત કરેલો કે આપણે સમગ્ર ભારતનો એક સ્વસ્તિક રચવો છે.આ વિચારને મૂર્ત કરવા બાપુએ ઉતરથી દક્ષિણ તરફનું પહેલું ચરણ 5/10 પ્રારંભ કરીને 23,ઓક્ટોબરના રોજ કન્યાકુમારી થી કેદારની પહેલી રેખા ખેંચવામાં આવી .આજ સિલસિલામાં બીજી રેખા પશ્ચિમથી પૂર્વ તરફની ખેંચાઈને દ્વારિકા થી જગન્નાથપુરીની યાત્રા યોજાઈ રહી છે. 
   તારીખ 14 નવેમ્બર દ્વારિકા અને 15 નવેમ્બર સોમનાથ પછી આજે 16 નવેમ્બરના રોજ ભારત સ્વસ્તિક યાત્રાનું તૃતીય ચરણ ડાકોરના ઠાકોરના શરણે ગાન કરવામાં આવ્યું.
                   ‌ પૂ. મોરારિબાપુએ પોતાની વાણીને મુખર કરતા કહ્યું કે આ ડાકોર ધામ સાથે મારી અનેક સ્મૃતિઓ સ્મરણો જોડાયેલા છે. તેથી ડાકોર ભગવાનના શરણે આવીને આપણે આ સ્વસ્તિક પુરી રહ્યા છીએ. ભૂતકાળમાં બાપુને મળતી દક્ષિણાનો ઉલ્લેખ કરીને બાપુએ એક વખત ઇન્દિરાબેનની કથામાંથી તેમને રું 1000 દક્ષિણા મળેલી તેની પણ સ્મૃતિ કરી હતી.સાધુ કદી ઉગ્ર ન થાય વ્યગ્ર થાય. સાધુનો ભૈરવ ભજન છે તો તેની સુરક્ષા જરૂર થશે. બીજાનું કલ્યાણ બીજાનું શુભ વિચારે તે પણ એક ભજન છે. ભગવાન રામ લક્ષ્મણ જાનકી જ્યારે ગંગા તટે જાય છે અને હોડીમાં પગ મૂકે છે ત્યારે ત્યાં સ્વસ્તિક તેઓને દેખાય છે. આપણે માર્ગી બનીને યાત્રા કરવા નીકળ્યા છીએ એટલે સાધુનો સાથિયો પૂરો થઈ જશે. ‌ કૃષ્ણ પ્રાપ્ત કરવાની જે મોજ છે તેવી પ્રાપ્ત કરવામાં નથી. ગુરુ હાજર ન હોય તો વાંધો નથી ગુરુ કૃપા હાજર હોવી જોઈએ. ડાકોરજીના સ્વસ્તિકના ચાર ચરણ છે. એમાં એક ગોડાણા ચરિત્ર,બીજુ પુનિત પરંપરાનું ચરિત્ર અને ત્રીજું મનસુખરામ માસ્તરનું ચરિત્ર, ચોથું શિવ ચરિત્ર.
               આજની કથામાં કાશીના જગતગુરુ સંતોષ દાસજી મહારાજ તથા ગોપાલબાબા અને સંતો તથા સાહિત્યકાર શ્રી માધવ રામાનુજની ઉપસ્થિતિ પણ રહી હતી. 
         સોમનાથ થી ટ્રેન મોડી પહોંચતા કથાનો સમય 11 નો કરવામાં આવ્યો હતો. હવે પછીની કથા આવતીકાલે તારીખ 17 ના રોજ ઉજ્જૈનમાં ગાયન થશે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)