સૌરાષ્ટ્રના વેપારી આલમ, રઘુવંશી લોહાણા સમાજ અને સામાજિક ક્ષેત્રે પોતાની નિષ્ઠાવાન કાર્યશૈલી અને સેવાભાવથી આગવી ઓળખ ઊભી કરનાર શ્રી રાજુભાઈ શિંગાળાનો તા. ૨૪નવેમ્બર, ૨૦૨૬ના રોજ જન્મદિવસ છે. જીવનના ૬૫ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી ૬૬ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલા રાજુભાઈને જન્મદિવસ નિમિત્તે સમાજના અગ્રણીઓ, વેપારી મિત્રો અને શુભચિંતકો દ્વારા હાર્દિક શુભકામનાઓ અને શુભાશિષ પાઠવવામાં આવી રહ્યા છે.
વ્યવસાયે એસ્ટેટ બ્રોકર અને લેન્ડ ડેવલપર એવા રાજુભાઈ શિંગાળા વિવિધ સામાજિક, શૈક્ષણિક અને વેપારી સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દાઓ પર સેવા આપી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર ઝોન-4ના પ્રમુખ તથા પ્રદેશ ઉપપ્રમુખ (ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ), મહામંત્રી (અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ), કાર્યકારી પ્રમુખ (વેપારી મહામંડળ), ઉપપ્રમુખ (શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ, સાવરકુંડલા), ટ્રસ્ટી (શ્રી લુહાણા મહાજન, સાવરકુંડલા) તેમજ સભ્ય (શ્રી રોગી કલ્યાણ સમિતિ, કે.કે. હોસ્પિટલ, સાવરકુંડલા) તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
વેપારીઓના હિત અને પ્રશ્નો માટે મક્કમતાથી ઊભા રહેવાની તેમની કાર્યપદ્ધતિ સૌ કોઈ જાણે છે. કોરોના કાળ દરમિયાન વેપારીઓને તેમણે આપેલો સહયોગ આજે પણ વેપારી જગતમાં યાદ કરાય છે. તોલમાપ, કાંટા-વજન, વેપારીઓની સલામતી કે ફૂડ વિભાગને લગતી બાબતો હોય—દરેક મુદ્દે તેઓ અસરકારક રજૂઆત કરીને ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહે છે. જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સમાં તાલુકા ચેમ્બરો સાથે આત્મીય સંબંધ જાળવી તેઓ માર્ગદર્શન અને સહકાર આપી રહ્યા છે.
રઘુવંશી સમાજના ઉત્થાન માટે પણ તેઓ ખંત અને પ્રમાણિકતાથી કાર્યરત છે. જલારામ જયંતીની ઉજવણી, સરસ્વતી સન્માન સમારોહ અને વય વંદના જેવા કાર્યક્રમોમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. સાવરકુંડલા પંથકમાં તંત્રના અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો તેમજ જિલ્લા ભાજપના અગ્રણીઓ સાથે સંકલન સાધી લોકો અને વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ સતત કાર્યશીલ રહે છે.
શાંત, સરળ, માયાળુ અને પરોપકારી સ્વભાવ ધરાવતા રાજુભાઈ શબ્દ અને કર્મની એકતા માટે જાણીતા છે. સિદ્ધાંતો સાથે બાંધછોડ કર્યા વિના સમાજ અને વેપારી હિતને પ્રાથમિકતા આપતી તેમની કાર્યશૈલી સૌ માટે પ્રેરણાદાયી છે.
જન્મદિવસના અવસરે મિત્રવર્તુળ, વેપારી અગ્રણીઓ અને સમાજજનો તરફથી તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ઈશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સુખ-સમૃદ્ધિ અર્પે તથા તેમના હાથે સમાજસેવા અને લોકહિતનાં કાર્યો અવિરત થતાં રહે તેવી શુભકામના વ્યક્ત કરવામાં આવી છે.