આ કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલ,
ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના ગામમાં કોઈ વ્યક્તિ આયુષ્માન ભારત કાર્ડ વગરન રહે,કોઈ સીનીયર વ્યક્તિ સુવિધા
સીટીઝન વગરન રહે ગામમાં ઉકરડા યુક્ત ન રહે અને જળ બચાવો અભિયાન તેવાવિધાનસભાના
કાર્યકર્તાને અનુરોધ કરતા :- શ્રી કસવાલા
સ્નેહ મિલન કાર્યક્રમમાં વિધાનસભાના મંડળ પ્રમુખ શ્રીઓ તેમજ નવ નિયુક્ત મહિલા મોરચાના
પ્રમુખશ્રીઓનું તેમજ સન્માન કરવામાં આવ્યું
-----------------
આ પ્રસંગે દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વના લોકપ્રિય નેતા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું
વર્ચ્યુઅલ માધ્યમથી પ્રેરણાદાયી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. પ્રધાનમંત્રીશ્રીએ સંગઠનની શક્તિ,
કાર્યકર્તાઓની ભૂમિકા, રાષ્ટ્રસેવા અને જનકલ્યાણના સંકલ્પને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન
પૂરું પાડ્યું હતું. તેમના વિચારો અને પ્રેરણાદાયી સંદેશથી ઉપસ્થિત કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને
ઉત્સાહનો સંચાર થયો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી *ભૂપેન્દ્રભાઈ પટેલજી, પ્રદેશ પ્રભારીશ્રી
**તરુણ ચુઘજી* તથા પ્રદેશ અધ્યક્ષશ્રી *જગદીશભાઈ વિશ્વકર્માજી*ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ પણ
રહી હતી. આ મહાનુભાવોના માર્ગદર્શન અને શુભેચ્છાઓએ નૂતન વર્ષના પ્રારંભે સંગઠનના
કાર્યકર્તાઓમાં નવી પ્રેરણા અને સંગઠન પ્રત્યેની જવાબદારીની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.
આ સ્નેહમિલન માત્ર શુભેચ્છાઓની આપ-લે પૂરતું મર્યાદિત ન રહેતાં સંગઠનની એકતા, પરસ્પર
વિશ્વાસ, સહકાર અને જનસેવાના નવા સંકલ્પને દૃઢ બનાવવાનું પ્રેરણાદાયી માધ્યમ બન્યું હતું.
સૌએ સાથે મળીને સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના સર્વાંગી વિકાસ, લોકોની સુખાકારી અને
ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત
કર્યો હતો.
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત સૌ કાર્યકર્તા મિત્રો અને પરિવારજનોને નૂતન વર્ષની
હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સંગઠનની એકતા, કાર્યકર્તાઓના પરસ્પર સ્નેહ અને
સમર્પણની ભાવના સાથે જનસેવાના કાર્યોને વધુ વેગવાન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી જિલ્લા
પંચાયતની જાહેર બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પાનસુરીયા, સાવરકુંડલા માર્કેટિંગ
યાર્ડના ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી,શ્રી રજનીભાઇ ડોબરીયા પ્રમુખ સાવરકુંડલા તાલુકા
ભાજપ , શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ પ્રમુખ સાવરકુંડલા શહેર ભાજપ ,શ્રી આનંદભાઈ ધાનાણી
પ્રમુખ લીલીયા તાલુકા ભાજપ ,પ્રભારી શ્રી ભીખાભાઈ ધોરાજીયા, સાવરકુંડલા-લીલીયા
વિધાનસભા વિસ્તારના સંગઠનના વિવિધ મોરચા પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયત
અને જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના વિવિધ
મોરચાના હોદ્દેદારો, કાર્યકરો તેમજ ગામેગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
હતા.સદસ્યશ્રી જીલ્લા પંચાયત શ્રી દીપકભાઈ માલાણી ચેરમેન માર્કેટીંગ યાર્ડ , શ્રી મહેશભાઈ
લાખાણી વાઇસ ચેરમેન માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલ,.ગામના સરપંચશ્રીઓ, સહીત તેમજ તાલુકા
પંચાયત,સદસ્યશ્રીઓ ,હોદ્દેદારશ્રીઓ,સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહા