સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બીપીનભાઈ પાંધી (પાંધી સર)ના પૌત્રી તથા યુવા પત્રકાર પ્રિયંક પાંધી અને રશ્મિતાબેન પાંધીની લાડકવાઈ દીકરી ધાર્વીનો આજે ચોથો જન્મદિવસ છે. માતા-પિતાની આંખોનો તારો અને દાદા-દાદીની લાડકવાઈ ધાર્વી સમગ્ર પરિવારના હાસ્ય અને ખુશીઓનું સરનામું બની રહી છે.
"તારા નાનકડા સ્મિતમાં આખી દુનિયાની ખુશી સમાય,
તું હંમેશાં હસતી રહે, બસ આ જ પ્રાર્થના હૃદયથી થાય."
ધાર્વીના આ પાવન અને ખુશીભર્યા અવસરે ઈશ્વર તેને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપે તથા તેનું જીવન હંમેશાં પ્રેમ અને ખુશીઓથી મહેકતું રહે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છેધાર્વિબેનના ચોથા જન્મદિવસ નિમિત્તે પરિવારના સભ્યોએ હર્ષોલ્લાસ સાથે શુભેચ્છાઓ પાઠવી છે દાદીમા: ચંદ્રિકાબેન. ફઈ અને ફુવા: ડિમ્પલ ફિયા અને જતીન ફુવા, દીદી અને ભૈયા: જૈનીદીદી અને જિયાંશભૈયા,નાના અને નાની: પ્રવિણભાઈ અને ગીતાબેનમામા અને મામી: મયૂર મામા, કેવાંશી મામી, વિશાલ મામા અને ભૂમિમામી સહિત સમગ્ર પરિવાર અને સ્નેહીજનો તરફથી લાડકવાઈ ધાર્વીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.