ધારી પત્રકાર સંઘ દ્વારા વ્હીલચેર ક્રિકેટર રવિ બન્નાનું સન્માન કરવામાં આવ્યું હતું. મુંબઈ ખાતે યોજાયેલી વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમ વતી ભાગ લઈ રવિ બન્નાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાતને જીત અપાવી હતી. આ પ્રસંગે યુવા આગેવાન જીતુભાઈ શેલડીયા સહિત પત્રકાર મિત્રો અને તેમના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. અકસ્માતમાં એક પગ ગુમાવનાર રવિ બન્નાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કૃત્રિમ પગની વ્યવસ્થા કરવામાં આવે તો ચાલવા, દોડવા અને રોજગાર મેળવવામાં સરળતા રહે. આ અંગે ધારાસભ્ય જે.વી. કાકડિયાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. એક પગે ગિરનાર પર્વત ચડી રેકોર્ડ બનાવનાર રવિબન્નાનું યુવા ઉદ્યોગપતિ જીતુભાઈ શેલડીયાએ વિશેષ સન્માન કર્યું હતું
એક પગે ગિરનાર સર કરનાર વ્હીલચેર ક્રિકેટર રવિ બન્નાનું સન્માન
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
ધારી પત્રકાર સંઘ દ્વારા વ્હીલચેર ક્રિકેટર રવિ બન્નાનું સન્માન કરવામાં આવ્યું હતું. મુંબઈ ખાતે યોજાયેલી વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમ વતી ભાગ લઈ રવિ બન્નાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાતને જીત અપાવી હતી.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: