fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લાનાં બેરોજગાર યુવાનોએ નોકરીની માંગ કરી

સરકારે એક તરફ ખાનગી શૈક્ષણિક કારખાના ખોલી નાખેલ છે. જયારે બીજી તરફ બેરોજગારોની કતારો લાગી રહેલ છે. ત્‍યારે સરકાર દ્વારા આરોગ્‍યલક્ષી 7પ00 જેટલી ખાલી જગ્‍યાઓ છેલ્‍લા પાંચ વર્ષથી ભરવામાં ન આવતા આજે આવા બેરોજગારો દ્વારા ડી.ડી.ઓ.ને આવેદન પત્ર આપવામાં આવેલ હતું.

પ્રાપ્‍ત વિગત મુજબ સરકાર દ્વારા કોઈપણ ભરતીની જાહેરાત પ્રસિઘ્‍ધિ કરતાની સાથે જ નોકરી મેળવવા ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્‍ત કરેલા બેરોજગારોની કતારો લાગી જાય છે. લાંબા સમયથી બેરોજગારો નોકરીની તલાશમાં અહીં-તહીં ભટકી રહેલ છે. સરકારના તમામ વિભાગોમાં જગ્‍યાઓ ખાલી હોવા છતાં પણ આવી જગ્‍યાઓ ભરવામાં ન આવતાં બેરોજગારોની ફોજ દર વર્ષે ઉમટી રહેલ છે.

સરકાર દ્વારા જિલ્‍લા પંચાયતો, નગર પાલિકાઓમાં ખાલી પડેલ સેનેટરી ઈન્‍સ., મલ્‍ટી પર્પઝ હેલ્‍થ વર્કર, ફિમેલ હેલ્‍થ વર્કર, મુખ્‍ય સેવિકા, લેબ ટેકનિશ્‍યન, ફાર્માસિસ્‍ટ સહિતની જગ્‍યાઓ છેલ્‍લા પાંચ વર્ષથી ભરવામાં આવેલ નથી. હાલ આવી 7પ00 કરતા પણ વધુ જગ્‍યાઓ ખાલી હોવા છતાં ભરતી કરવામાંન આવતા આવા બેરોજગારોમાં ભારે રોષની લાગણી છવાયેલ હતી. આવા બેરોજગારોને રોજગારી પૂરી પાડવા સરકાર દ્વારા ખાલી પડેલ જગ્‍યાઓની વહેલી તકે ભરતી કરવા અમરેલી જિલ્‍લાના આવી ભરતીને લાયક બેરોજગારો દ્વારા ડી.ડી.ઓ.ને આવેદન પત્ર આપવામાં આવેલ હતું.

Follow Me:

Related Posts