ગુજરાત સરકાર દ્વારા નવા જંત્રીના દર અંગે સાવરકુંડલા શહેરીજનોમાં નારાજગીનો માહોલ

ગુજરાત સરકાર દ્વારા નવી જંત્રીના દર અંગે સાવરકુંડલા શહેરના મધ્યમ વર્ગના લોકોમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ મોંઘવારીમાં ઘરનું ઘર કે દુકાન વગેરે ખરીદવા માટે હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે. એક તો મોંઘવારીમાં વિવિધ પ્રકારના ટેક્સ ભરતાં લોકોને જંત્રીના બમણા દર ખરેખર ખૂબ આકરા લાગે છે.
આ સંદર્ભે સરકારે પુનઃ વિચારણા કરવી જોઈએ એવું બુધ્ધિજીવીમાં ચર્ચાય રહ્યું છે. વાત તો ત્યાં સુધી થાય છે કે આ જંત્રીના નવા દર અમલમાં મૂકવા માટે પૂરો ગ્રાઉન્ડ લેવલનો અભ્યાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હશે કે કેમ? સરકારના આ નિર્ણયથી મધ્યમ અને ગરીબ વર્ગ ખાસ પરેશાન જોવા મળે છે. સરકારે આ જંત્રીના દર અંગે પુનઃ વિચારણા કરવી જોઈએ તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.
Recent Comments