ધારી તાલુકા પંચાયતના પ્રમુખ પદે જયશ્રીબેન અતુલભાઈ કાનાણીની બિનહરીફ વરણી,ઉપપ્રમુખ પદે રમેશભાઈ વાઘેલાની વરણી

ધારી તાલુકા પંચાયતના પ્રમુખ પદે શ્રીમતિ જયશ્રીબેન અતુલભાઈ કાનાણીની વરણી થતા ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા ખુશીનો માહોલ છવાઈ ગયે છે, નાનપણથીજ ભાજપના ભગવા રંગે રંગાયેલા અતુલભાઈ કાનાણીની રાજકીય શરૂઆત અખીલ ભારતિય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા થી કરનાર શ્રી અતુલ કાનાણી ધારી તાલુકા યુવા ભાજપના પ્રમુખ, અમરેલી જીલ્લા યુવા ભાજપના પ્રમુખ, ગુજરાત પ્રદેશ યુવા ભાજપના કારોબાર સદસ્ય તેમજ ધારી તાલુકા ભાજપ પ્રમુખ અને અમરેલી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પદે સક્રિય કાર્યરત રહીને સંગઠનને ખુબજ મજબુત બનાવેલ, આવા કસાયેલા મહેંનતુ કાર્યકર્તાના ધર્મપત્નીને
ભારતિય જનતા પક્ષના મોવડીઓ તરફથી પ્રમુખ પદે પસંદગી કરાતા કાર્યરતાઓ અને લોકોમા ખુશીનો માહોલ છવાઈ ગયેલ છે, ધારી તાલુકાના નાનામા નાના વ્યક્તિ અને દરેક પરિવારો સુધી સરકારી યોજનાઓના લાભો પ્રાપ્ત થાય તેવા તમામ પ્રયાસો તાલુકા પંચાયતના માધ્યમથી કરવામા આવશે તેવું એક નિવેદનમા પ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન અતુલભાઈ કાનાણીએ જણાવીને ભાજપ પક્ષના મોવડીમંડળનો હ્દય પૂર્વક આભાર વ્યક્ત કરેલ હતો, ધારી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે યુવા આગેવાન રમેશભાઈ વલ્લભભાઈ વાઘેલાની બિનહરીફ વરણીને કાર્યકર્તાઓએ આવકારીને અભિનંદન પાઠવેલ છે
Recent Comments