બજેટ પહેલાં નાણાંમંત્રી સીતારમણે સંસદમાં આર્થિક સમીક્ષા રજૂ કરી અર્થતંત્ર ઝડપથી સુધારશે, ૨૦૨૧-૨૨માં ૧૧.૫ ટકા વૃદ્ધિનું અનુમાન
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૬.૮ ટકા વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર રહેશે
ચાલુ વર્ષે ૭.૭ ટકા ઘટશે જીડીપી, આવતા વર્ષે ૧૧ ટકા વધશે, કોરોના મહામારી અને સપ્તાહો સુધી જારી લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો આવ્યાનો ચિતાર અપાયોઃ ભારતમાં વી આકારની રીકવરી જાેવા મળી
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણએ શુક્રવારે સંસદમાં આર્થિક સમીક્ષા રજૂ કરી. ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા સામાન્ય બજેટ પહેલા સંસદના માળખા પર રાખવામાં આવેલી સમીક્ષામાં અર્થવ્યવસ્થાની સ્થિતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ વેંકટ સુબ્રમણ્યમની અધ્યક્ષતાવાળી ટીમે ૨૦૨૦-૨૧ માટે આર્થિક સમીક્ષા તૈયાર કરી છે.
આમાં, અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રો વિશે માહિતી આપવાની સાથે, આર્થિક વિકાસને વેગ આપવા માટે વધુ સુધારા માટે સૂચનો કરવામાં આવ્યા છે. તેમાં જણાવ્યું છે કે, કોરોના વાયરસ મહામારી અને તેના નિવારણ માટે લાદવામાં આવેલા ‘લોકડાઉન’થી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ઝડપથી પુનઃપ્રાપ્તિની અપેક્ષા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર ૨૩.૯ ટકા, જ્યારે બીજા ત્રિમાસિક ગાળામાં ૭.૫ ટકાનો ઘટાડો આવ્યો છે. સમગ્ર નાણાકીય વર્ષમાં ૭.૭ ટકાના ઘટાડાનું અનુમાન છે. આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જીડીપી (જીડીપી)નો વૃદ્ધિ દર ૧૧ ટકા હોવાનો અંદાજ છે.
ઈકોનોમી સર્વેમાં ઈકોનોમીમાં ફ-જરટ્ઠॅીઙ્ઘ રિકવરીનો અંદાજ છે. આમાં, અર્થવ્યવસ્થા જેટલી ઝડપથી ડાઉન થાય છે, તેટલી ઝડપથી ઉપર જાય છે. સરકારી પ્રોત્સાહનો અને નીતિઓને કારણે માંગ ઝડપથી વધી જાય છે. ઈનકમ અને આઉટપુટ વધે છે, માંગ વધે છે અને લોકો વધુ ખર્ચ કરે છે. કંપનીઓ તેમની ક્ષમતામાં વધારો કરે છે અને વધુ લોકોને રોજગારી આપે છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે હેલ્થકેર પર સરકારી ખર્ચને જીડીપીના ૨.૫થી ૩% સુધી વધારવો જાેઈએ. આ ૨૦૧૭ની નેશનલ હેલ્થ પોલિસીમાં પણ આ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. આ છતાં એ હજી પણ ૧%ની આસપાસ છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને આરોગ્ય માળખાના ખર્ચમાં વધારો થવો જાેઈએ. ટેલિમેડિસિનને પણ પ્રોત્સાહન આપવાની જરૂર છે.
આ સર્વેમાં આર્થિક વિકાસદરને વેગ આપવા માટે અપનાવવામાં આવેલા પગલાંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે અત્યારે ભારત તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે. જાે તેને ત્રીજા સ્થાને પહોંચવું હોય તો નવીનીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં પણ આ વર્ષે ૪.૪%નો ઘટાડો રહેશે. આ એક સદીનો સૌથી મોટો ઘટાડો હશે. સર્વે મુજબ વિકસિત દેશોની અર્થવ્યવસ્થાને કોરોનાને કારણે વધુ નુકસાન થયું છે.
Recent Comments