બાબરા તાલુકાના દરેડથી હીરાના સુધીનો ચાર કિલોમીટરનો પેવર માર્ગનું ખાત મુરત કરાવી કામગીરીનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય ઠુંમર
બાબરા તાલુકાના દરેડથી હિરેણા સુધીનો સાડા ચાર કિલોમીટરનો માર્ગ વર્ષોથી ગાડામાર્ગ હતો અહીં બાબરાથી ચાવન્ડ લાઠી જવામાટે લોકોને અહીંથી વધુ સરળ રહેતો હતો પણ માર્ગ કાચો અને ગાડામાર્ગ હોવાથી લોકોને પસાર થવામાં વધુ મુશ્કેલીઓ પડતી હતી ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે અહીં જુના માર્ગ ને સરખો મરામત કરાવી નોન પ્લાનમાં સમાવેશ કરાવી રાજ્ય સરકારમાં અહીં પેવર માર્ગ બનાવવા માટે અઢી કરોડ મંજુર કરાવ્યા હતા જે માર્ગનું ખાત મુરત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કરી કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો દરેડ -હીરાણા જૂનો માર્ગ નવો પેવર માર્ગ બનતા અહીં બાબરા સહિતના આસપાસના ગામના લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ,તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી, સ્થાનિક આગેવાનો ગોરધનભાઈ વજુભાઈ આહીર અલગ ભાઈ આહીર માજી સરપંચ વિઠ્ઠલભાઈ ઉપ સરપંચ રમેશભાઈ બરવાળીયા તેમજ નારણભાઈ ગરીયા અને વિનુભાઈ ડેરવાળિયા સહિતના આગેવાનોએ ધારાસભ્ય શ્રી કામગીરીને બિરદાવી હતી ગ્રામ લક્ષી કામગીરી માટે ધારાસભ્યને અભિનંદનને પાત્ર છે તેમ જણાવ્યું હતું
Recent Comments