fbpx
અમરેલી

બાબરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રતિનિધિઓની ૮ બેઠકનો ચૂંટણી કાર્યક્રમ જાહેર

બાબરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. નામે ઓળખાતી નિર્દિષ્ટ સહકારી મંડળીના વ્યવસ્થાપક સમીતીના સભ્યોની તેના મતદારોમાંથી ચૂંટાયેલા સભ્યોની બોર્ડ ઓફ ડીરેકટર્સની મીટીંગની પ્રથમ બેઠક મળે તે તારીખથી પાંચ વર્ષની મુદત માટે વિભાગ-૧ ખેતી વિષયક સભાસદ સહકારી મંડળીઓનાં પ્રતિનિધિ – ૮ આઠ બેઠકોની ચૂંટણી થવાની છે. અને નિર્દિષ્ટ કરેલ મતદાર મંડળ અથવા મતદાર મંડળો જેના આમા હવે ” સબંધિત મતદાર મંડળ ” તરીકે ઉલ્લેખ કર્યો છે. મદદનીશ કલેક્ટર શ્રી ઉત્સવ ગૌતમએ બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ,સમય અને સ્થળ તા.૦૪/૧૨/૨૦૨૧,૧૫–૦૦ કલાક સુધી પ્રાંત કચેરી, લાઠી છે. ઉમેદવારી પત્રોની પ્રસિધ્ધિની તારીખ તેમજ ઉમેદવારી પત્રો ભરવા માટેની ઠરાવેલી છેલ્લી તા.૦૪/૧૨/૨૦૨૧ અને ઉમેદવારી પત્રો ચકાસવાની તારીખ,સમય અને સ્થળ તા.૦૬/૧૨/૨૦૨૧,૧૧-૦૦ કલાકથી પ્રાંત કચેરી, લાઠી છે. માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિધ્ધિની તારીખ ૭/૧૨/૨૦૨૧ અને ઉમેદવારી પાછી ખેંચી લેવાની તારીખ ૯/૧૨/૨૦૨૧ ૧૫ કલાક સુધી રહેશે. હરિફ ઉમેદવારની છેવટની યાદીની પ્રસિધ્ધિની તા. ૧૦/૧૨/૨૦૨૧ અને મતદાનની તારીખ,સ્થળ અને સમય ૧૪/૧૨/૨૦૨૧,૧૦–૦૦ થી ૧૫–૦૦ સુધી મામલતદાર કચેરી, બાબરા છે. મતગણતરી માટેની તારીખ,સમય અને સ્થળ ૧૫/૧૨/૨૦૨૧ ના સવારે ૧૦ થી મામલતદાર કચેરી બાબરા છે અને પરિણામની જાહેરાત મતગણતરી પછી તરત જ કરવામાં આવશે. તા. ૧૪/૧૨/૨૦૨૧નાં રોજ મતદાન પૂર્ણ થયા બાદ સીલબંધ મતપેટીઓ સુરક્ષા માટે પેટા તિજોરી કચેરી, બાબરાનાં સ્ટ્રોંગરૂમમાં રાખવાની રહેશે.

Follow Me:

Related Posts