ભાવનગર કોરોના સંક્રમણથી બચવા તથા યુરિયા ખાતરની કૃત્રિમ અછત નિવારવા ખેડૂતોને ખાતરનીસમયસર ખરીદી કરી લેવા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ

ભાવનગર જિલ્લામાં ચાલુ શિયાળુ ઋતુમાં ચણા, ડુંગળી, ઘાસચારો, ઘઊં વગેરે પાકોનું વાવેતર ખૂબ જ બહોળા પ્રમાણમાં થયેલ છે. જે જિલ્લાની છેલ્લી ત્રણ વર્ષની સરેરાશ કરતા લગભગ દોઢ ગણુ કહી શકાય.હજુ પણ થોડા પ્રમાણમાં આ વાવેતર વધવાની શક્યતા છે. આ સમગ્ર વાવેતર માટે જરૂરી ખાતરની ખરીદી હવેખેડૂત મીત્રો દ્વારા કરવામાં આવશે. અત્યારે જિલ્લામાં ખતરનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂત મિત્રોએક્દમ જરૂરીયાતના સમયે એક્સાથે ખાતર ખરીદી કરવા માટે જતા સામાજીક અંતર જાળવી શકાય નહીં જેનાથીબિમારીનું જોખમ વધે છે. ઉપરાંત ક્યારેક યુરીયાની કૃત્રિમ અછત સર્જાવાનો પણ ભય રહે છે. આથી તમામ ખેડૂતમિત્રોને જણાવવામા આવે છે કે તેમના પાકની જરૂરીયાત મુજબનું ખાતર સત્વરે ખરીદી કરી રાખે જેથી કરીને ખાતરવેંચાણ સંસ્થાઓ પાસે એક સાથે ખાતર ખરીદવા માટેનો ધસારો ટાળી શકાય.ગુજરાત રાજ્યમાં તા.૦૧/૦૨/૨૦૧૮થી ખાતરની ખરીદી માટે પોસ મશીન દ્વારા બિલિંગ ફરજીયાત કરવામાં આવેલછે. આ મશીન મારફતે બિલ બનાવતી વખતે જે-તે ખાતર ખરીદનાર વ્યક્તિનો આધાર નંબર અને અંગુઠા/આંગળીનુંનિશાન મેળવવાની જરૂરીયાત રહે છે. આથી તમામ ખેડૂતો મિત્રોને ખાતરની ખરીદી કરવા જતી વખતે પોતાનોઆધાર નંબર બિનચુક સાથે રાખવા જણાવવામાં આવે છે. હાલમાં ખાતર વિતરણ વ્યવસ્થાના ભાગરૂપે કોઇપણખેડૂત દ્વારા યુરીયાની માસિક ૨૦ થેલી કરતા વધુ ખાતર ખાતરની ખરીદી કરશે તેની વિગતો ખાતર વિક્રેતા દ્વારાનોંધવામાં આવશે. જેથી તમામ ખેડૂતોને તે બાબતે સહકાર આપવા વિનંતી છે.કોઇ પણ રાસાયણીક ખાતરના વિક્રેતાને POS મશીનમાં કોઇપણ જાતની ફરીયાદ હોય અને ખાતરનું વેચાણમાંઅવરોધ ઉભો થાય તો તેઓને તાત્કાલીક ખાતર સપ્લાયર કંપનીનો સંપર્ક સાધવા તેમજ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), ભાવનગરની કચેરીને તુરંત જાણ કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ભાવનગર દ્વારા જણાવવામાંઆવે છે.
Recent Comments