fbpx
અમરેલી

લક્ષ્મી ડાયમંડ મુંબઈ તરફથી શાંતાબા મેડિકલ કોલેજ એન્‍ડહોસ્પિટલને બે એમ્‍બ્‍યુલન્‍સ અનુદાનની જાહેરાત કરી.

લક્ષ્મી ડાયમંડ મુંબઈના ડીરેકટર સરોજબેન અશોકભાઈ ગજેરાએ શાંતાબા
મેડિકલ કોલેજ એન્‍ડ સિવિલ જનરલહોસ્પિટલની મુલાકાત લઈને દરદીની વધારાના સુવિધા
અર્થે સિવિલમાં એમ્‍બ્‍યુલન્‍સ માટે બે એમ્‍બ્‍યુલન્‍સ માટે આશરે રૂ ૫ લાખના અનુદાનની
જાહેરાત કરી. અમરેલીમાં જિલ્લા ની આરોગ્‍યની સતત ચિંતા કરતા વસંતભાઈ ગજેરા દ્વારા આરંભાયેલા આરોગ્‍ય સેવાયજ્ઞમાં અમો બે એમ્‍બ્‍યુલન્‍સની સુવિધા આપીશું અશોક ગજેરા લક્ષ્મી ડાયમંડ-મુંબઈ અમરેલીના જાણીતા ઉદ્યોગપતિ, કેળવણીકાર, વતનના રતન માન.વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્‍ડ સિવિલ હોસ્પિટલની મુંબઈની આંતરરાષ્‍ટ્રીય
હીરાઉદ્યોગ કંપની લક્ષ્મી ડાયમંડ મુંબઈના ડીરેકટર સરોજબેન અશોકભાઈ
ગજેરાએ મુલાકાત લીધી હતી તથા હોસ્પિટલમાં સરવાર લઈ રહેલ દર્દીઓની મુલાકાત લઈને
તબીયતની શુભેચ્‍છા કરી હતી તથાછેલ્લા સાત-સાત મહિનાથી પોતાના જીવના જોખમે
કોરોનાગ્રસ્‍ત દરદીઓની સેવા તથા સારવાર કરતા ખરા અર્થોમાં કોરોના વોરીયર્શ
એવા તમામ તબીબો તથા મેડિકલ સ્‍ટાફને અભિનંદન આપ્‍યા હતા. સરોજબેન
અશોકભાઈ ગજેરાએ પોતાની મુલાકાત દરમિયાનશાંતાબા મેડિકલ કોલેજ એન્‍ડ સિવિલ હોસ્પિટલમાં દરદીઓની ઝડપી સારવાર માટે બે એમ્‍બ્‍યુલન્‍સ લેવા માટે લક્ષ્મી ડાયમંડ મુંબઈ
તરફથી રૂા.ર5,00,000 (5ચીસ લાખ)ના અનુદાનની જાહેરાત કરી હતી. આ તકે લક્ષ્મી
ડાયમંડના એમ.ડી. અશોકભાઈ ગજેરાએ જણાવ્‍યું હતુ કે મારા વતન અમરેલીના
લોકોની આરોગ્‍ય સેવામાં અમારી કંપની લક્ષ્મી ડાયમંડ મુંબઈ સહભાગી બની એનો મને
આનંદ છે. આ તકે સિવિલ સર્જન ડો.શોભનાબેન મહેતા, કેમ્પસ ડાયરેકટર પીન્‍ટુભાઈ
ધાનાણી તથા હરેશભાઈ બાવીશી વિ.એ સરોજબેન ગજેરાનુ સન્‍માન કરીને હોસ્પિટલની મુલાકાત કરાવી હતી.

Follow Me:

Related Posts