fbpx
અમરેલી

વડિયાનાં સારંગપુરનાં ગામજનોએ સમસ્‍યાઓથી કંટાળીને આગામી ચૂંટણીનો કર્યો બહિષ્‍કાર

વડિયા તાલુકાના સારંગપુર ગામે આજે ગામજનોએ હોબાળો મચાવ્‍યો. ગામજનોનું કહેવું છે કે અમારા ગામમાં પહેલા સુવિધાઓ આપો પછી મત માંગવા આવજો ગામમાં આરોગ્‍ય સેવાઓ નથી. રોડરસ્‍તાઓ બિસ્‍માર હાલતમાં હોવાને લીધે એસ.ટી. બસ સુવિધા પણ નથી. જો કોઈ દવાખાનાના કામે બહારગામ જવું હોય તો ચાલીને જવું પડે છે અને જો પ્રસૂતિ ડિલેવરી સગર્ભા સ્‍ત્રીઓ હોય તો તેને રસ્‍તા પર જ તકલીફ પડી જાય છે. માટે આજે સમગ્ર ગામજનોએ સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીનો બહિષ્‍કાર કર્યો છે અને એવા નારા લગાવ્‍યા હતા કે પહેલા રોડ રસ્‍તા બનાવવામાં આવે પછી જ મતદાન કરવામાં આવશે. જયારે આ અંગે વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળાનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે હાલમાં આ રોડ નવો મંજૂર કરવામાં આવેલ છે પરંતુ આચારસંહિતા લાગુ પડતા કામ ખોરંભે પડી ગયું છે. પરંતુ આચારસંહિતા ઉતરતાની સાથે આ રોડ નવો બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવશે.

Follow Me:

Related Posts