સાવરકુંડલા અને લીલીયા તાલુકાના એક ગામ થી બીજા ગામ વચ્ચેના માઈનોર બ્રીજ તેમજ મેઝેર બ્રીજ મંજુર કરવાતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત

સાવરકુંડલા તાલુકા ના ગામો માંથી ધારાસભ્ય શ્રી ને રજુઆતો મળેલ હતી કે એક ગામ થી બીજા ગામ વચ્ચે નાં પુલો (બ્રીજ) ની ખાસ જરૂરિયાત હોય અને ચોમાસા ની સીઝન દરમ્યાન આ ગામોમાં અવરજવર કરવી , તેમજ રાહદારીઓ, અને વાહન ચાલકો ને આ રોડ વચ્ચે વરસાદ નાં પાણી ભરાવાના કારણે અકસ્માતો તેમજ અન્ય દુર્ઘટના બનવાની શક્યતાઓ રહેતી હોય અને રોડ બંધ હાલતમાં થઇ જતા હોય છે, જેને ધારાસભ્ય શ્રી દ્વારા ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે આબ્રીજ ને મંજુરી મળે તે માટે તા. ૧૦/૦૧/૨૦૨૧ નાં રોજ ધારાસભ્ય શ્રીના પત્રાંક mla/sl/૭૯/૨૦૨૧ થી માન. નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગ મંત્રી શ્રીને અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના (૧) દોલતી ભમ્મર વીજપડી સ્ટેટ. રોડ વચ્ચે નાં માઈનોર બ્રીજ (૨) જીરા આંબા રોડ વચ્ચેના મેઝેરબ્રીજ (૩) નવી આંબરડી ખોડિયાણા રોડ વચ્ચે માઈનોર બ્રીજ માટે પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ હતી જેમાં જેના અન્વયે આ કામો ને જોબ નબર ફાળવીને મંજુર કરવામાં આવેલ છે. આમ ધારાસભ્ય શ્રી દ્વારા પોતાના વિસ્તાર પ્રશ્ને અગ્રતા દાખવીને સતત પ્રયાસો થી આ બ્રીજ નાં કામો ટુક સમય માં કરવામાં આવશે.
Recent Comments